Quotes by Dr.Namrata Dharaviya in Bitesapp read free

Dr.Namrata Dharaviya

Dr.Namrata Dharaviya Matrubharti Verified

@ndharaviya
(179.5k)

જોગણ થઈને રાધા શોધી ન શકી જેને વનમાં,
મસ્ત બનીને મીરાએ શોધી લીધો એને મનમાં.
-કલમ ના સથવારે ✍️
Dr.Namrata Dharaviya

મારા એકાંત ને,

તમારી યાદોથી ભરેલું રાખું છું,
એટલે જ તો હું તમને, મારા હદયની વચોવચ રાખું છું...!
-કલમ ના સથવારે ✍️
- Dr.Namrata Dharaviya

Read More

તારી યાદોનો અહેસાસ કંઈક ખાસ છે,
તું નથી પાસે છતાં તારી હાજરીનો ભાસ છે,
શબ્દો ભલે ઓછા હોય મારી પાસે,
પણ તારા માટે દિલમાં અતૂટ વિશ્વાસ છે,
બસ આ જ મારા પ્રેમનો મીઠો ઇતિહાસ છે.

-કલમ ના સથવારે ✍️
- Dr.Namrata Dharaviya

Read More

મંઝિલ ભલે હોય દૂર પણ વિશ્વાસ અટલ રાખજે,
થોડાં ડગલાં આગળ વધીને હિંમતને સબળ રાખજે,
મુશ્કેલીઓ તો આવશે અને જશે એ તો કુદરતનો ક્રમ છે,
તું બસ તારા સપનાઓના આભમાં ઉડવા માટે પાંખો સજ્જ રાખજે,
યાદ રાખજે કે મહેનત કરનાર માટે સફળતાનો માર્ગ હંમેશા ખુલ્લો જ છે.
-કલમ ના સથવારે ✍️
- Dr.Namrata Dharaviya

Read More

"જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે,
પણ જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવું પડે." 🏹🔥
કલમના સથવારે ✍️
- Dr.Namrata Dharaviya

Read More

જિંદગીની નવી શરૂઆત માટે કોઈ મુહૂર્ત નથી હોતું,
બસ, મન મનાવી લો તો એ જ શ્રેષ્ઠ ક્ષણ છે."
-કલમ ના સથવારે ✍️
- Dr.Namrata Dharaviya

Read More

ખાલી ભારત માં જ હોલી છે
બાકી ન્યૂઝ જોવો
બધે દિવાળી જ છે
😜😜
- Dr.Namrata Dharaviya

બેસી રહ્યું તું પાળની કોરે પતંગિયું,
સંભવ છે કોઈ ફૂલ ત્યાં ડૂબી ગયું હશે.

હું ક્યાં યાહું છું કે તારાથી જીતી જાઉ,
હું બસ એટલું યાહું છું કે "તને ક્યારેય હારી ન જાઉ"

જિંદગીભર તોફાનો સાથે એવો સબંધ રહ્યો,

કે..

દરિયો જાણીતો ને કિનારો જ અજાણ્યો રહ્યો.