Quotes by Dhaval Shah in Bitesapp read free

Dhaval Shah

Dhaval Shah

@navkarsilectiongmail


નિઃસહાય ની જો હું ન કરી શકું મદદ,
તો શું કામની આ જાહોજલાલી ને અદબ.

સમસ્ત વિશ્વ જ્યારે સમાયું એક ઘરમા..,
હવે મારું જ ઘર આ દુનિયા થી અલગ લાગે છે.

હે પ્રભુ ! તું નિરંજન.. તું નિરાકાર.. તું નાથો નો નાથ..
નિહાળવો છે મારે.. તું દેખા તો દે...

જેવું કર્યું છે વર્ણન તારું ગ્રંથો માં,
અનુભવવો છે મારે.. તું દેખા તો દે...

વાંચ્યા મે ઘણા પ્રસંગો, પુસ્તકોમાં તારા
મહેસુસ કરવો છે મારે.. તું દેખા તો દે...

ખરા-ખોટાની જંગમાં, વચ્ચે રાખે તને સોગંધમાં
પારખવો છે મારેય.. તું દેખા તો દે...

સારું થાય તો ખુદને વખાણે,
ખરાબ થાય તો ખુદાને વગોવે..

સ્વાર્થીઓ ના અહંકાર વચ્ચે નિહાળવો છે મારે,
હે પ્રભુ ! તું દેખા તો દે...

~ધવલ

Read More