Quotes by Nanda H Solanki in Bitesapp read free

Nanda H Solanki

Nanda H Solanki

@nandahsolanki134238


બીજું શું માંગુ છું બસ સાથ તારો જોઈએ છે
ઘડી બે ઘડી બસ પાસ તું જોઈએ છે
આ ચાર દિવસની જિંદગી ને સફર કેટલો લાંબો છે
હર ડગલેને પગલે મને અહેસાસ તારો જોઈએ છે....
Nanda H Solanki.
13/2/2025.

Read More

શબ્દો મારા મૌનનું ઓઢણ ઓઢી બેઠા છે
કે મલાજે માણ્યો છે મેં સંબંધ આપણો....

વહી જતા સમયના પગલાં દેખાતા નથી
કહી જતા સમયના શબ્દો સંભળાતા નથી
પણ ફરીને સમય પાછો આવે છે
ત્યારે સમજાય છે કે
શું રહી ગયું ને શું છૂટી ગયું.......

Read More

એક પ્યાલી ચાય
તારી સાથે થાય
એને જ તો શુભ સવાર કહેવાય
- Nanda H Solanki

વળતી વેળાએ જો સાથે તું હો
તો
આખા દિવસનો થાક ત્યાં જ ઉતારી દઉં
- Nanda H Solanki

કરી એક સાંજ મેં તારે નામ
ત્યાં તો સપના નો માલિક થઈ બેઠો તું
- Nanda H Solanki

હરખથી હું અને વરસ તો તું
ભીની આ પ્રીત ની ચુનરમહી
સ્પર્શ તારો નીતરતો રે
શબ્દોના સથવારે અને કાવ્ય ના નામે
અણધાર્યો આવી અધરને અડતો રે
- Nanda H Solanki

Read More

84 લાખ ફેરા ફરી મળ્યો માનવ દેહ
તો એ જીવ ફરી ફરી રહ્યો છે
એક નવા સુખની શોધમાં
- Nanda H Solanki

ફુલ બનવા ગયા હતા ને ઝાડ બની બેઠા
નીજ કાજ નકામા એવા તાડ બની બેઠા
- Nanda H Solanki

સાગર નહીં ઝાકળના ટીપા મારે જોઈએ છે
જીવન નહીં તારી સાથે વીતેલી એ ક્ષણ મારે જોઈએ છે
- Nanda H Solanki