Quotes by Asman in Bitesapp read free

Asman

Asman

@namanoz


વ્યક્તિ ની અંદર ચાલતા મહાદ્વંદ્વમાં
દુરવિચારના દાનવ ને પછાડતો
સદવિચારરૂપી યોદ્ધા પરમ શક્તિશાળી
#શકિતશાળી

Read More

જિંદગી ના પતંગ ની સફળતા માટે
એને સ્વતંત્રતા ની ઢીલ આપજો
પણ જરૂર પડે સંયમ થી ખેંચજો પણ .....
#પતંગ

મેં કહ્યું
આનંદિત થવા કરતા આનંદિત રહેવું
એ કહે
એમાં હોઠ અને આંખ જેટલો ફરક
હા પણ મન બોલ્યું
ક્ષણ ને શાશ્વત જેટલો પણ ખરો .....
#આનંદી

Read More

કોઈ ની પાછળ પાગલ થવું તે વહેમ
ને કોઈની સાથે પાગલ થવુ તે પ્રેમ
#પાગલ

કોણે કહ્યું, કે હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી ;
બસ એ છે, કે હવે આ સંબંધ ને કોઈ બંધન નથી .
#સંબંધિત

જે વર્ગ માં બાળક સહજતાથી પ્રશ્ર્ન ના પૂછી શકે તો,
તે શિક્ષકે ,પોતાના શિક્ષકત્વ પાછળ પ્રશ્નાર્થ જરૂર મુકવો
#પુછવું

Read More

રાજકારણી અને કલાકાર
શબ્દો ની રમત રમે તે રાજકારણી ,
ને
શબ્દો થી કરામત કરે તે કલાકાર
#કલા
#કલા

આરંભ ની આગળ તો હું જ છું,
ને અંત ની પાછળ પણ હું જ છું,
હું શૂન્ય નથી મારૂ મોલ કાંઇજ
પણ આપનો મોલ વર્ધક તો હું જ છું.
#શૂન્ય

Read More

પ્રેમ માં ચાહ મારુ વિશ્વ
વિરહ માં આહ મારુ વિશ્વ
તું ને હું , ના ના , તું ને તું જ મારું વિશ્વ
#વિશ્વ

વિરહવેદના ની કલમ બંધાણી છે વચન બેડીએ 
નહીં તો 'આસ-મન' નો પણ  હોત ઉલ્લેખ ગાલિબ વળી યાદીમાં ...