Quotes by Mukundh Solanki in Bitesapp read free

Mukundh Solanki

Mukundh Solanki

@mukundhsolanki142920


હોઠો એ કાન
ને વાત કરી,
વાત અંગત ને
સમજ ભરી.
વાત મગજે ધરી
જીંદગી રમતે ચડી,
થોડી ધીરજ પછી
ભુલ ની ખબર પડી.

આગમવાણી :

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !

દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!

-દેવાયત પંડિત

*-ઘણી વાત સાચી પડતી જાય છે-*

Read More

આખે આખુ શહેર સામેલ હતુ
એમની સ્મશાનયાત્રા માં...
પણ...,
એમનું મરવાનું કારણ એકલતા હતી...!

#ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે..!!
તારા એજ ચિત્ર માં મારો પ્રણય વીતી જાય છે..!!!

એક સ્ત્રીની વ્યથા!
બે વાર દાઝી છું
એકવાર કોઠી હાથમાં ફુટેલી, ત્યારથી આજ સુધી દરેક દિવાળીએ સલાહ મળે દારૂખાનું ફોડવાનું બંધ કરી દે...
બીજીવાર રસોડામાં ઘણું દાઝેલી...
..
..
હજુ સુધી કોઈયે નથી કીધું કે રસોડામાં જવાનું બંધ કરી દે...

.
અન્યાય કહેવાય ને?
એક સ્ત્રીની વ્યથા!??????

Read More

કોણ કહે છે્્્્્્્