Quotes by Hiten Patel in Bitesapp read free

Hiten Patel

Hiten Patel

@msnhasmkhlaljipr7758


હું જોતો રહ્યો ને તમે શરમાતાં રહ્યાં,
'હા' હતી તોય તમે 'ના' કહેતાં રહ્યાં,
પૂછવું હોય તો પૂછી લઈએ તમારા સ્મિતને !
મારાથી ખુદને છૂપાવીને તમે મારાં થતાં રહ્યાં !!!

- હિતેન પટેલ ...

Read More

પાસે રહ્યા વગર પ્રણય થી જીવાય છે,
રાધા ક્રિષ્ના બની પ્રણય થી જીવાય છે,
દૂર રહી વિરહ ની વ્યથા માં પ્રિયે !
પાસે રહ્યા કરતા વધુ ધડકાય છે !!!

- હિતેન પટેલ ...

Read More

દીકરી મારી ઘરમાં હસે,
ને દેવતાઓ મારા દિલમાં વસે !
ખુશીઓ કાયમ હિંચકે ઝૂલે,
હસતી દીકરી ઘરમાં હશે !
સાચું કહું તો અજંપો રહેતો ;
અધૂરપ ને ખાલીપો ના જતો !
દિવસ ભરનો થાક કદીયે,
દીકરી વગરના ઘરમાં ના ઉતરતો !
કેમકે હવે સાચું સમજાય છે,
એ વખતે હસતો ચહેરો ક્યાં હતો ?
પપ્પા પપ્પા આવી ગયા હસતી કહેતી ;
એ સાંભળતાં દીકરીને જોતાં ચહેરો હસતો !
જો એકાદ દીકરી હોય ને ઘરમાં,
જીવન આખું દીવાની જરૂર ના પડે.
તીર્થસ્થાન ફરી ફરીને પુણ્ય પામવા,
ધર્મ કર્મ કરવા જવાની જરૂર ના પડે !
- હિતેન પટેલ ...

Read More

દેવોનું દીધેલું તું વરદાન, સાક્ષાત લક્ષ્મીજી નો અવતાર ! સ્વર્ગથી ઊંચેરુ લાગે ઘર લાખ ખુશીઓની તું ખાણ !!
-હિતેન

Read More

( લાડલી દીકરી આરાધ્યાને સમર્પિત )
કેવી વ્હાલી લાગે ઓ બેટી !
જયારે હસતી હસતી કંઈક હો કહેતી !
એક જ છે દુનિયામાં કે તારા પર ;
અનરાધાર વરસે હેતની હેલી !!
કેવી વ્હાલી...
કેવું બોલે મીઠું મધરું પ્યારું !
કેવું હસે રૂડું રૂપાળું પ્યારુ !
હરખપદુડી દીકરી લાડલી જે કરે એ બધું લાગે સારુ !!
એક જ છે...
કેવી વ્હાલી...
દીકરી મારી સહુથી સવાયી !
ભગવાને વરદાન રૂપે બનાયી !
ચહેરા પર મુસ્કુરાહટ દેવા આવી દીકરી મારી સહુની લાડકવાયી !!
એક જ છે...
કેવી વ્હાલી...
તું ના બોલે તો ના ગમે ! ...

Read More