Quotes by Jd Patel in Bitesapp read free

Jd Patel

Jd Patel

@mr.patel3223


આશ્વર્ય..🤔
જીવનને સુગંધી બનાવવા ફૂલોનું નિર્માણ કર્યું...
જીવનને રસમય બનાવવા ફળોનું નિર્માણ કર્યું...
જીવનના વિવિધ રંગો જોવા લહેરાતી આ ધરાનું નિર્માણ કર્યું...
જીવનમાં કલરવ સાંભળવા પક્ષીઓનું નિર્માણ કર્યું...
જીવનની ઠંડકતા જાળવવા નદીઓ-સરોવરો નું નિર્માણ કર્યું...
જીવનના ઊંચા ધ્યેયને પામવા પર્વતોનું નિર્માણ કર્યું...
આશ્ચર્યની વાત એ છે કે...
આ બધી કુદરતી મજા માણવા...
કુદરતે છેલ્લે મનુષ્ય બનાવી ને કદાચ પોતાના પગ પર જ કુહાડી મારી.....
#અહો_આશ્ચર્યમ્ 😦
#આશ્ચર્ય

Read More

કુદરતના વિવિધ સૌદર્ય ની સાથે સરખાવી ને થાક્યો..
ખબર નહિ તું કેમ એકેય માં બંધબેસતી નથી...

ચાંદ સાથે સરખાવવાની કોશિશ કરી,
એનું તેજ તારા મુખ કરતા પણ ફિક્કું લાગ્યું...

ફૂલ સાથે સરખાવવાની કોશિશ કરી,
એની સુગંધ તારા તનબદન કરતા પણ માઠી લાગી..

આકાશ સાથે સરખાવવાની કોશિશ કરી,
એની વિશાળતા તારા હ્રદય કરતા પણ ઓછી પડી...

થાક્યો હવે વિવિધ સૌદર્ય સાથે સરખાવતાં,
યાદ આવ્યું કે એક તો એ વિવિધતામાં રહી જ ગયો..
"હું"
😊 ~Jd
#વિવિધ

Read More

હસતો ચહેરો જોઈ લોકો આજે પૂછે છે,
કે મારી આ શું દશા છે....
હું કહું છું કે ...પ્રેમમાં પડવાની આ મજા છે..
વાંક હતાશાની આગળ છુપાયેલ આ હસતા ચહેરા નો નથી...
મોહબ્બત માં પડવાની આ મજા છે...

અરીસામાં ખુદને જોઈ ક્યારેક ચોંકી ઉઠું છું...
પ્રેમમાં પડેલ આ ચહેરાને કોઈકને સોંપી ઉઠું છું...
ખબર ન હતી ને મારી તસવીર આટલી બદલાઈ જશે..
શકલ અને સુરત નો આ કોઈ નવો શણગાર નથી...
પ્રેમ જતાવવાની પણ આ એક મજા છે...

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે...
બધા જાણે છે કે સાચો પ્રેમ કોઈ પાગલ જ કરે છે...
હવે તો હાસ્યપાત્ર બન્યો છું, જમાનાની નજરોમાં...
ફરક આ દુનિયા સામે હસવામાં નથી...
પ્રેમમાં તો પાગલ થવાની પણ એક મજા છે...

હાં, ક્યારેક યાદ આવી જાય છે એ પ્રેમભરી રાતો...
હજુ પણ યાદ છે એ અર્થ વગરની વાતો...
કંઈ જ ઉતાવળ નથી એમને પ્રેમ સાબિત કરવાની...
કસૂર બેવફાઇ નો નથી કે નથી કિંમતી આંસુઓનો...
પ્રેમમાં તો એકલા રડવાની પણ એક અલગ મજા છે...
પ્રેમમાં તો એકલા રડવાની પણ એક અલગ મજા છે...

#ઉતાવળું

Read More