Quotes by Parul Mehta in Bitesapp read free

Parul Mehta

Parul Mehta

@mparuletaxgmailcom

#moralstories

કર્મના બંધને

બહારના વાતાવરણનો બફારો અને મનમાં વિચારોના ઘમાસાણ યુદ્ધ વચ્ચે પરી સ્વગત બોલી ઉઠે છે, શુ ઇતિહાસનું પુનરાવર્તન થશે? આ માનસિક યુદ્ધની પરાકાષ્ઠાએ પરીનું મન અતીતમાં પહોંચી જાય છે.

16 વર્ષની દીકરી,જેની સામે કદાવર સત્ય આવી પહોંચે છે, જેને સોળ વર્ષથી '' માં" સમજી વ્હાલ કરતી આવી અને એ ""માં" એ પણ વ્હાલ કરવામાં ( પોતીકું સંતાન દીકરો હોવા છતાં) કંઈ જ કસર નથી રાખી એ જન્મદાત્રી નથી, જન્મદાત્રી તો પિતાની પ્રેયસી છે.આવા વરવા નગ્ન સત્યની સાથે સોળ વર્ષની ઉંમરના સપના-મુઝવણો ઉમેરો કરે છે.આવા સમયગાળામાં સપનાનો રાજકુમાર-મુશ્કેલીઓનો પહાડ તોડનાર તરીકે વિશ્વનો એ દીકરી પરીના જીવનમાં પ્રવેશ થાય છે.મુંઝાયેલી-ગભરુ હરણી જેવી પરીને માટે વિશ્વ જ પરીનું પ્રેમવિશ્વ બની જાય છે પરંતુ પરીના જીવનનું સત્ય પરી દ્વારા જાણ્યા બાદ એ વિશ્વ પરીથી દૂર ખસી જાય છે . આ ઉંમરનો ભ્રમ , દહોળાયેલી માનસિકતા પરીને ફરી ' પ્રેમ' તરફદોરી જય છે.મળ્યું એ ગુમાવી ન બેસાય એવી અસ્લામતીમાં પરી પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ સાથે ભાગી જઈને પ્રેમલગ્ન કરે છે.લગ્નના થોડા જ સમયમાં પ્રેમની વાસ્તવિકતા પરીને ભાંગી નાખે છે પરંતુ કુખમાં ઉછરી રહેલું-પાંગરી રહેલું પ્રિય પુષ્પ એના જીવનમાં આશાનું કિરણ લઈને આવે છે.પ્રેમની વિકૃતિની પરાકાષ્ઠાએ, પરિવારનો સાથ અને ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે 'પ્રિય' નિજ અસ્તિત્વને પ્રેમ પાસે મૂકી ન આવતા, તે પ્રેનો કાયમી ત્યાગ કરે છે.

ફરીવાર યશોદામાતા અદકેરા વ્હાલથી પ્રિયને ચૂમી,તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી,24 વર્ષની પરીને સ્વતંત્રતાના આકાશમાં પોતાનો સિતારો ચમકાવવાની હિંમત -હામ-તક પૂરી પાડે છે.સ્વાનુભવે પરિપક્વ બનેલી પરી પિતાનું મૃત્યુ અને યુવાન વયે જ કરમાઈ ગયેલા ભાઈના મૃત્યુ ને પણ પચાવી જય છે.પ્રિયનો યોગ્ય ઉછેર અને યશોદામૈયાની સારસંભાળ રાખી, ઘર-સમાજમાં નિજ અસ્તિત્વ ઉભું કરે છે.આજે પ્રિયના 16 મા જન્મદિનની ઉજવણી પૂર્ણ થયા બાદ બાલ્કનીમાં એકલી બેઠેલી પરી વિચારોના યુદ્ધમાં ઘેરાઈ જાય છે,પરંતુ અંતરાત્મા કહે છે, ના... ના... ઇતિહાસનું પુનરાવર્તન નહિ થાય. અને એની સાક્ષી પુરાવતો બફારો દૂર કરતા ઠંડા પવનની સાથે વરસાદની છાંટો પરીને વર્તમાનમાં લાવી દે છે.
Moral :: moral of the story વાચકો પર છોડું છું, દરેક વ્યકિતનો દ્રષ્ટિકોણ અલગ છે એટલે વાચકો જે દ્રષ્ટિકોણથી સ્ટોરી ને નિરખસે તે moral of the story થશે.
વાચકો કૉમેન્ટમાં moral of the story લખશો તો આનંદ થશે.નવા દ્રષ્ટિકોણથી નીરખવાનો આનંદ થશે.

-- Parul Mehta

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111136574

Read More

તમારો એક વ્યક્તિ તરફનો વધારે પડતો ઝુકાવ , બીજી વ્યક્તિ માટે અન્યાયકર્તા સાબિત થતો હોય તો તે પાપ છે.
અજાણપણે પણ એ વ્યક્તિ ને થયેલ અન્યાયનું ફળ કર્મના સિધ્ધાંત મુજબ ભોગવવું પડતું હોય છે, એટલે આ અજાણપણે થતા પેપ થી પણ બચવું જોઈએ.

Read More

સમસ્યાનું સમાધાન આપણા પોતાના મનમાં જ રહેલું છે.મનમાંથી બહાર લાવવા માટે માત્ર પ્રેકટીસની જ જરૂર છે.મનથી સમસ્યાનો સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે.જે છે તે છે જ.સહજ ભાવથી સ્વીકાર કરવાથી 75% સમસ્યાનું નિરાકરણ આવી જાય છે અને બાકી રહેલા 25% માટે ઉકેલ પણ સૂઝે છે.
એટલે જ તો કહેવાયું છે કે મન કે હારે હાર ઔર મન કે જીતે જીત.
મન ચંગા તો કથરોટ મેં ગંગા.

Read More

જે કર્મ સ્વજનથી છુપાવવા જેવું લાગે તે સારું કેવું કેવી રીતે હોય શકે???

જિંદગીને ચાહતા શીખો,
તો એને માણી શકશો!!

સત્યને વાંચતા શીખો,
તો એને પારખી શકશો!!

પ્રેમને વહેંચતા શીખો,
તો એને પામી શકશો!!

મોતને સાંભળતા શીખો,
તો એને ગાઈ શકશો!!

Read More