Quotes by Mittal purohit in Bitesapp read free

Mittal purohit

Mittal purohit

@mittal8114
(28)

"એક સ્વપ્ન ટડાક દઈને ખંડિત થયું,
આ જિંદગીનું ભાથું અધુરુ જ રહ્યું"....
મિત્તલ પુરોહિત (મુસ્કાન..)

-Mittal purohit

" દરિયામાં જ નથી એકલી ઓટ મને શું કહેશો,
સંબંધોમાં ય આવે ખોટ મને શું કહેશો?"
મિત્તલ પુરોહિત (મુસ્કાન.)

-Mittal purohit

Read More

જો ખુલ્લું આકાશ મને ભીંજવવા માટે,
આજ પડે છે એ મુશળધાર, મને રીઝવવા માટે.
મિત્તલ પુરોહિત (મુસ્કાન)

-Mittal purohit

"જો પરિસ્થિતિ હોય ખુબ જ વિકટ,
જે સ્વજન હશે એ જ રહેશે નિત્ય નિકટ"....
મિત્તલ પુરોહિત (મુસ્કાન.)

-Mittal purohit

મોરપીંછ જોઇને આસપાસમાં...
મોર જ છે એવું શા માટે માની લેવું !?!

શક્ય છે કૃષ્ણ પણ હોય !!!
🙏જય શ્રી કૃષ્ણ🙏
મિત્તલ પુરોહિત (મુસ્કાન)

-Mittal purohit

Read More

"ઝરણાં બન્યા રણ બધાય,
આવ હવે તું મેઘ બનીને"....
મિત્તલ પુરોહિત (મુસ્કાન)

-Mittal purohit

"નવું કપડુ ક્યાં સુધી રહેતું નવું?
આખરે આ શરીર તો એ જ હતું જુનું"....
મિત્તલ પુરોહિત (મુસ્કાન.)

-Mittal purohit

" એક સાથે કેટલા વેલાઓ વીંટળાયા છે,આ લીમડાને દેખો,
જાતમાં ભરી કડવાશ તો ય શીતળતા દીધી સૌને..."
મિત્તલ પુરોહિત (મુસ્કાન).

-Mittal purohit

Read More

"મીણબત્તી સમ જીવન સ્ત્રી નું,
ઓગાળી અસ્તિત્વ નિજનું, ઉજાશ અન્યને દેવો"...
મિત્તલ પુરોહિત (મુસ્કાન)

-Mittal purohit

" તારા વિનાની આ જીંદગી કલ્પી પણ ન'તી,
છતાં થાય છે રોજ નવી સવાર તારા વિના"......
મિત્તલ પુરોહિત (મુસ્કાન)

-Mittal purohit