Quotes by Milan Nimavat in Bitesapp read free

Milan Nimavat

Milan Nimavat

@milannimavat195716


#MoralStories

શીર્ષક : લાલચ બુરી બલા

એક ઘરમાં ચાર સભ્યો હતા.કાળુભાઈનો દીકરો અજય વાસણ બનવવાની ભઠ્ઠી ચલાવતો.તેમાંથી સૌનું ગુજરાન ચાલતું.આ ભઠ્ઠીમાંથી અજયને સારી એવી આવક મળી રહેતી.
એક દિવસ તેના ઘરે ફિક્સ ડિપોઝીટમાં રોકાણની કંપનીવાળા આવ્યા.એક લાખની ડિપોઝીટ સામે તાત્કાલિક ત્રીસ હજાર ડિસ્કાઉન્ટ અને એક વર્ષમાં પચાસ હજારના વ્યાજ સાથે કુલ દોઢ લાખની રકમ મળશે એવી પોલિસીની ઑફર અજય સામે રાખવામાં આવી.લાલચમાં આવી અજયે ડિસ્કાઉન્ટના ત્રીસ હજાર રૂપિયા સાથે દોઢ લાખની ફિક્સ ડિપોઝીટ મૂકી દીધી.
કંપનીવાળાએ ખુશ થઈને અજયને કંપની એજન્ટ બનવાની ઓફર આપી.મહિને દસ હજાર પગાર સાથે અજયે લાવી આપેલ ફિક્સ ડિપોઝીટમાંથી કમિશન આપશે એવી બાંહેધરી પણ આપી.અજયે હસતાં મોંએ ઓફર સ્વીકારી લીધી.
ત્યારબાદ અજયે સગા સંબંધી અને પાડોશીઓને પણ આ ફિક્સ ડિપોઝીટમાં રૂપિયા રોકવા મનાવી લીધા.એક વર્ષમાં દોઢ ગણા રૂપિયા મળશે તેવી લાલચમાં સૌએ અજયને સાથ આપ્યો.એક જ મહિનામાં અજયે કંપનીમાં દસ લાખની ફિક્સ ડિપોઝીટ જમા કરાવી દીધી સમય વીતતો ગયો.દર મહિને અજયને પગાર સાથે કમિશન મળતું રહેતું.આસાનીથી રૂપિયા મળતા હોવાથી અજય દર મહિને આઠથી દસ લાખની નવી ફિક્સ ડિપોઝીટ લઈ આપતો.દસ મહિના પસાર થયા ત્યાં સુધીમાં અજયની નીચે એક કરોડ રૂપિયાની ડિપોઝીટ થઈ ગઈ હતી.
ડિપોઝીટની મુદ્દત પુરી થવામાં એક મહિનો બાકી હતો ત્યાં ન્યુઝપેપરમાં કંપની ઉઠી ગઈ તેવા ન્યૂઝ છપાઈને આવ્યા.એ લોકો સુધી પહોંચવાની અજયે ઘણી કોશિશ કરી પણ કોઈ હાથમાં ન આવ્યું.એક જ વર્ષમાં અજયના માથે એક કરોડનું દેવું ચડી ગયું.

મોરલ – લાલચ બુરી બલા હૈ!!!

Read More

સફરમાં મળેલ હમસફર ભાગ-3

ઉપડી ગયું હો તારું...
http://matrubharti.com/book/11940/

ભીંજાયેલો પ્રેમ ભાગ - 13

i
http://matrubharti.com/book/11298/