Quotes by Mehul S in Bitesapp read free

Mehul S

Mehul S

@mehuls325373


એટલે એ મારી માં.......

મારી ઘોઘટ ભરેલી દુનિયા માં
એક માત્ર શાંતિ નો ખૂણો એટલે એ મારી માં....
મને વાગેલ ટાંકણી નો ઘા જેને એ
જેને ભાલા ના ઘા જેવો લાગે એટલે એ મારી માં....
મારાં મન ની પીડા ની પરાકાષ્ઠા
મારાં વણ કીધે જાણી લે એટલે એ મારી માં....
મારી આ જાત વેચી ને પણ ન ખરીદી શકું
એવુ મને માંગ્યા વગર મળેલું ઘરેણું એટલે એ મારી માં...
મારી દોડધામ ભરેલી આ જિંદગી માં
વિહામાં નું ઠેકાણું એટલે એ મારી માં....
દોગલી આ દુનિયા માં જેના સાડી ના
છેડા એ સીધા રસ્તે ચાલતા શીખવાડનાર
એટલે એ મારી માં.....
મારાં એક આસુંડા ની ધારે એ
જગત આખું હલાવી દેનાર એટલે એ મારી માં....
મારી લખાયેલી જિંદગી ની
પેહલી કવિતા એટલે મારી માં.....

Read More