The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આમ કોઈ વાર એવું થાય ને યાર આણે તો ખોટું કર્યું હા કહી દીધું હોત તો , કે પછી આપી દીધું હોત તો એવું નોહ્તું કરવું જોઈતું, આ, તો ,કે પણ ,આ બધા ની વચ્ચે ઈશ્વર હોય છે આપણે તો માત્ર તાળો બેસાડી એ છે પણ એ આખે આખી યોજના ના પાસા તો ઉપર વાળો જ ગોઠવે છે એટલે ખોટી ચિંતા કરી ને આપણે વધુ વિચારવું નહીં , ને માગણી વગર સંધુય મળી જતું હોય ને આપણી મુશ્કેલીઓ ના સમયે સૌથી પહેલા એનુ નિરાકરણ મળી જતું હોય તો સમજવું ઉપર વાળા ની મહેરબાની છે ને આપણા સારા કર્મ નું ફળ ❤ લાગણી ના સરનામે
સૌંદર્ય પ્રત્યે અનુરાગ છે કહી માણસે એક ફૂલ ચૂંટી લીધું.... ❤લાગણી ના સરનામે
ચો તરફ માણસ દેખાય છે.. ક્યાંક માણસાઈ દેખાય તો કેજો... ❤ લાગણી ના સરનામે
સવારે ઊઠી આમ મસ્ત સવાર હતી, પછી યાદ આવ્યું કે અરે દિવાળી આવી ગઈ છે, પણ એ નાનપણ ની દિવાળી ક્યાં?? કોઈ નાના છોકરા ફટાકડા નોહતા ફોડતાં કે કોઈ રમાવા નો અવાજ નય, મમ્મી તો અવે નાસ્તા નો સામાન લેવા સાથે બજારે પણ નથી લઇ જતા, બધું ઓન લાઈન મળી જાય છે, કોઈ દિવાળી નું ઘરકામ ( દિવાળી નું લેશન) થયું કે નહીં એ પણ નહીં પૂછતું કદાચ ઘણા જલ્દી મોટા થઇ ગયા છે.. એ રંગોળી પૂરવાનો ઉત્સાહ, આ કલર તો મારી પાસે નથી લાવ બાજુ માં થી માંગી જોવું, ત્યારે કોઈ શરમ પણ ના નડતી, બધા ના ઘર માં થી આવતી એ તેલ ની સુગંધ , ને મમ્મી હજુ કેટલી વાર બનતા એવું પૂછવાનું પણ અવે કદાચ નસીબ માં નથી, હવે તો દિવાળી ની રજા માટે પણ વિચાર આવે, પોતાના ઘરે જતા પણ વિચાર આવે, મોટા થતાં તો ઘણું બધું છુટી ગયું, એ તારા મંડળ પણ કદાચ મોટા થઇ ગયા, એ કોઠી, ચકરડી , એ સાપ ની ગોળી, એ પણ મોટા થઇ ગયા હસે નહીં??? એ ગામ જવાની તૈયારી, એ બધા ને મળવાની ખુશી, કેટ કેટલુંય છુટી ગયું, દિવાળી આવે છે, પણ એ મમ્મી ના ઘરે બનાવેલા ઘૂઘરા વાડી મીઠાઈ જોઈએ છે , મમ્મી ના હાથ ના એ સક્કરપારા જોઈએ છે, પપ્પા ના ઑફિસે થી મળતી એ સોન પાપડી જોઈએ છે... સાચું ને???? ❤ લાગણી ના સરનામે - Megha Kothari
કદર ના હોય ત્યાં ઘસાવું નહીં.... - ❤લાગણી ના સરનામે
... તો સારું લાગ્યું એના મમ્મી એ કીધું કે એનું નામ " તીર્થા " રાખ્યું છે, આજે કદાચ મને બહુ જ ખુશી થઇ જ્યારે આ સરકારી નોકરી લાગી, ને સેલેરી આવે એ ખુશી થી પણ કદાચ વધારે ખુશી એક નાનકડા જીવ ને બચાવ્યા ની ખુશી ને એમના ઘર ના કે તીર્થા ના મમ્મી પપ્પા ને અમે હંમેશા યાદ રહીશું ને આજે ,આ નોકરી કરીએ છે એ સાર્થક પણ થઈ. કોઈ નો જીવ બચાવવો એ પણ કદાચ એક પુણ્ય જ છે હા અમે માત્ર નિમિત્ત છે, બધું ઉપર વાળા ના હાથ માં છે પણ મહેનત ને પ્રાર્થના તો અમારી પણ છે... તમારો ખૂબ ખૂબ આભાર ભગવાનજી બસ આમ જ તમે છો એનો પુરાવો આપતા રહેજો.... ને તમારા પર નો વિશ્વાસ કાયમ બનાવી રાખજો..... ( સત્ય ઘટના....)
કાલે નાઈટ ડ્યુટી હતી એટલે હું જાગતી જ હતી મારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક રિકવેસ્ટર આવી, જોયું આમ જોયેલા હોય એવું લાગ્યું ને ૨ જેવા મિત્રો પણ હતા એમાં પછી મેં રિકવેસ્ટ સ્વીકારી , નાઈટ ડ્યુટી કરી ઘરે આવી પછી ફ્રેશ થઇ ઊંઘવા ની તૈયારી કરુ ત્યાં જ મેસેજ આવ્યો કેમ છો દીદી? જવાબ આપતા પહેલા ફરી થી પ્રોફાઇલ માં ફોટો જોયો પછી અચાનક યાદ આવ્યું અરે આ તો બેબી ઑફ હેમાંગી જે અમારું એક પેશંટ હતું એના મમ્મી છે , એટલે કે ઘણા મોટા નહીં પણ આમ મારી ઉંમર ના જેટલા જ એ પેશંટ જેને અમે કદી ભૂલી શકીયે નહીં, જે ૩ માસ જેવું અમારા NICU(નવજાત શિશુ વિભાગ) માં રહ્યું જેનું વજન ઘણું જ ઓછું હોવાથી (૧ કિં. ગ્રા) કરતા પણ ઓછું ને અધૂરા મહિને જનમ્યુ એટલે શ્વાસ લેવા માં પણ તકલીફ એટલે એને વેન્ટિલેટર પર મૂક્યું હતું જેમ બધા ની સેવા કરીયે એ જ રીતે એની પણ કરવા લાગ્યા સવારે બાળક ને સાફ કરવું એનું ડાયપર બદલવું, ઇન્જેકશન આપવા, ફીડ આપવું, બધુ જ આટલા વર્ષ થી એક જ વોર્ડ માં નોકરી કરીયે એટલે એટલું તો ખબર પડે કે કયું બાળક સારું છે કયું બાળક નથી સારું રોજ મમ્મી પપ્પા ને સમજાવા માં જ આવે છે બાળક ની પરિસ્થિતિ આ તે બધુ જ કોઈ આશા તો નોહતી લાગતી કે બાળક જીવસે કારણ કે વજન તેમજ શ્વાસ લેવા માં પણ તકલીફ મશીન પર મૂક્યું છતા , પણ અમે એની મમ્મી ની હિંમત ને જે હકારાત્મક વલણ જોયું એ કોઈ બીજા માં ના જોયું કે ના મારું બાળક સારું થશે જ આજે નહીં તો કાલે પણ સારું થશે જ આખી ટીમ મળી ને કામ કરતી રોજ ના ઇન્જે તેમજ દુધ આપવું નળી થી એના મમ્મી પણ દર ૩ કલાકે દુધ આપી જતા,ધીરે ધીરે બાળક માં સુધારો આવતો ગયો, પણ જેવું નાના મશીન પર લઈયે કે ફરી થી શ્વાસ લેવાનું ભૂલી જાય ને ઓકસીજન ની વધારે જરૂર પડે આ જ રીતે કરતા કરતા ૩ માસ થઇ ગયા નહીં અમે લોકો એ હાર માની કે નહીં એના મમ્મી પ્પપા એ બાળક સારું થતું ગયું એમ એમ એને નાના એના થી નાના મશીન પર મૂકતા ગયા, પછી તો અમને પણ એની ટેવ પડી ગઈ જ્યારે ડ્યૂટી માં જઇયે ત્યારે પેલા પૂછીયે હેમાંગી કેવું છે, લાગણી બંધાય ગઈ પછી તો પણ અમારી સાથે સાથે એના મ્મમી પપ્પા એ પણ ઘણું ધ્યાન રાખ્યું છે ટાઇમ ટુ ટાઇમ દુધ આપી જવું, નળી થી દુધ આપી દઇએ એટલે ખબે ૩૦ મીનીટ સુધી રાખવું સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ થાય એટલે કાંગારુ મધર કેર આપવી, બાળક સારું થતું ગયું પણ હજુ વજન ધીમે ધીમે વધતું હતું, ને આ જ ગાળા માં મારા લગ્ન હતા, હું ૧૦ દિવસ ની રજા પર ગઈ પણ તો એ હું એને રોજ યાદ કરતી ને જેની ડ્યૂટી હોય તો કોલ કરી ને પણ પુછતી, પણ હું રજા પર થી આવી ત્યાં સુધી તો એને રજા આપી દીધી હતી , મને એને મળાયું નહીં એનું દુખ હતું પણ સૌથી વધારે ખુશી એ વાત ની હતી કે એ સારું થઇ ને ઘરે જતું રહ્યુ છે, ને આજે આટલા દિવસે એના મમ્મી જોડે વાત કરી ને એના પિક જોયા ........
અંધકાર ઓશર્યા નથી ને ઝાકળ એ જીદ માંડી છે સૂરજ જોવાની ❤લાગણી ના સરનામે
લાગણી સાચી હોય તો મન ભીંજવી જાય છે, ને ખોટી હોય તો આંખો... ❤લાગણી ના સરનામે
ચાલ ને હવે તો મળીયે જે વરસાદ થકી તું ન મળવા ના "બહાના" કરતી હતી ને એ પણ હવે " થંભી" ગયો છે - ❤લાગણી ના સરનામે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser