Quotes by Megha Acharya in Bitesapp read free

Megha Acharya

Megha Acharya

@meghaacharya333gmail.com4084
(26)

અવની એ હિંમત ભેગી કરી પોતાની વાત ઘરના વડીલો આગળ મૂકી અને ત્યાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ સ્તબ્ધ થઈ ગયા. ઓરડામાં એક શાંતિ છવાઈ ગઈ. અજંપાભરી શાંતિ. ખૂબ જ સમજદાર માનવામાં આવતી અવની એ લીધેલા આ નિર્ણય એ બધાને જ અસમંજસમાં મૂકી દીધા. વડીલોની પ્રશ્નોભરી નજર જાણે અવની પર ધારદાર પ્રહાર કરી રહી હતી અને જવાબમાં અવનીની નીડર નજર અને એના સાફ દિલનો પડછાયો એની આંખો દ્વારા વડીલોના પ્રશ્નો સામે ઢાલ બનીને જવાબ આપતી હતી.
     પ્રશ્નોના વમળ અવનીને વધુ ઘેરી બેસે તે પહેલા અવનીના પક્ષમાં એક અવાજ ઉઠ્યો. “આ નિર્ણયમાં હું અવનીની સાથે છું.” આટલું કહેતાની સાથે આદિત્યએ અવની ખભે હાથ મૂકીને અવનીની હિંમત વધારી. શાંત ઓરડામાં બોલાયેલા આ વાક્ય એ અવની અને આદિત્ય બંનેના પરિવાર ને વધુ અસમજન માં મૂકી દીધા.
 “બેટા આદિત્ય,આ તું શું બોલે છે.તું તો સમજદારી થી કામ લે..હજી તો તમે તમારા જીવનની શરૂઆત પણ નથી કરી અને આ નિર્ણય લેવો યોગ્ય નથી.”અવની ની મમ્મી એ પોતાની દીકરી ના નિર્ણયનું અસમર્થન કરતા જણાવ્યું.
   જવાબ આપતા આદિત્ય એ જણાવ્યું, ”મમ્મી.જીવનની શરૂઆત તો એણે પણ નથી કરી. અમે બંને આ નિર્ણય ના લઈએ તો એનું આખું ભવિષ્ય બગડી જશે. સ્વાર્થ ને એક બાજુ મૂકી, સમજી વિચારી ને જ અમે આ નિર્ણય લીધો છે અને એમને નથી લાગતું કે એમાં કઈક ખોટું છે.”
  આદિત્ય ને વચ્ચેથી અટકાવી ને એની મમ્મી ગુસ્સાથી બોલે છે,”ખોટું.? ખોટું તો આપણા પરિવાર સાથે પહેલાં જ થઈ ચૂક્યું છે.તું ભૂલી ગયો એ સમય જ્યારે એ પરિવારે તને વગર વાંક નું દુઃખ આપ્યું હતું.?
“અને અવની બેટા,તને તો બધું જ ખબર છે છતાં તે આ નિર્ણય લીધો. આટલા ઉદાર દિલના બનવાની કોઈ જરૂર નથી. તમે બંને આ વિચાર પડતો મૂકો.”આટલું બોલીને આદિત્ય ની મમ્મી ત્યાંથી જતી રહે છે.
   બધા ના વિરોધ ની સામે અવની અને આદિત્ય અડગ ઉભા હતા. ત્યારે અવની ને પોતાના બંને પિતાના મંતવ્યો જાણવાનું ઉચિત લાગ્યું.
  “ પપ્પા,તમને પણ આ ખોટું લાગે છે.!?”
“ના બેટા” અવની ના પિતા દીકરીને સાથ આપતા બોલે છે. "દીકરી ને આવકારવા માટે મારી ક્યારેય ના નથી રહી. તને પહેલી વાર હાથમાં લીધી હતી એ ક્ષણની યાદ આજે પણ મને અપાર ખુશી આપી જાય છે. તારા આ નિર્ણયથી મને બીજી વાર એ ક્ષણ જીવવા મળશે બેટા. તમે બંને આ નિર્ણય સાથે આગળ વધો. મારા આશીર્વાદ અને સંપૂર્ણ સહકાર તમારી સાથે છે...”
અવની સસરાજી ને કઈક પૂછે એ પહેલાં જ એમણે કહ્યું,”અને મને તો એક સાથે બબ્બે દીકરીઓને સ્નેહ કરવાનો અવસર મળશે..આઇ એમ પ્રાઉડ ઓફ યુ અવની બેટા. અને આદિત્ય તું અને અવની આગળની પ્રોસીજર પર ધ્યાન આપો..અને હા,તારી મમ્મીની ચિંતા ના કર. હું તમને વચન આપું છું કે જ્યારે તું અને અવની “ખુશી” ને લઈ ને આવશો તો મમ્મી તમારું સ્વાગત કરવા બારણે ઉભી હશે...”
   બંને પિતાની આ વાતોથી અવની અને આદિત્યની ખુશીનો પર નથી રહેતો. આદિત્ય પ્રેમ અને ગર્વ ભરી નજરે અવનીને જોઈ રહે છે. સુંદર ચેહરો અને સુંદર હૃદય...ખરેખર સમજદાર અને સાફ દિલની સંગિની મળી હતી આદિત્ય ને...હવે તો “ખુશી” ને વેલકમ કરવાની ક્ષણ હતી.
 ખુશી... પ્રિયા અને મિહિરનું સંતાન. અવની પહેલાં આદિત્યની સગાઈ પ્રિયા જોડે થઈ હતી. પ્રિયા ના વધુ પડતાં ઘમંડી સ્વભાવના કારણે એમનો સંબંધ આગળ વધ્યો ના હતો અને પ્રિયા એ મિહિર જોડે લગ્ન કરી લીધા હતા. નાનકડી ખુશીના જન્મના ૨ વર્ષ પછી એક અકસ્માત એ ખુશીનાં મમ્મી પપ્પા સહિત આખું પરિવાર છીનવી લીધું. ખુશીની જવાબદારી લઈ આજે એવું કોઈ બચ્યું ના હતું...
  આ સમયે અવની અને આદિત્ય નું સગપણ નક્કી થયા ને એક વર્ષ થયું હતું અને લગ્નને હજી વાર હતી પરંતુ નઈ ખુશીનો સહારો બનવા અવની અને આદિત્ય જલ્દી લગ્ન કરવાનું નક્કી કરે છે કે જેથી તેઓ ખુશી ને દત્તક લઈ શકે. બસ. બંનેના આજ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો હતો.
   થોડો સમય લાગ્યો પરંતુ બંને પરિવારના સભ્યો એ આ નિર્ણય માન્ય રાખ્યો. અવની અને આદિત્ય કોર્ટ મેરેજ કરે છે અને નાનકડી “ખુશી”ને અપનાવીને જીવનની શરૂઆત કરે છે જેમાં પરિવાર ના સભ્યોનો સંપૂર્ણ સાથ સહકાર મળે છે.
    અવની અને આદિત્ય દીકરી ખુશી ને લઈ ને ઘરે આવે છે. અવનીના સસરા તેને આપેલું વચન પૂરું કરે છે. આદિત્યની મમ્મી નાનકડી ખુશીનું સ્વાગત કરે છે. રૂપાળી ઢીંગલી ને કુમકુમ તિલક કરે છે અને “વેલકમ ખુશી” કહીને પોતાની બંને દીકરીઓને બાથમાં લઇ લે છે.

Read More

શોધું છું મુજ ને,
ને તુજ માં મળી જાઉં છું....
વિખરાઈ ને આ પ્રેમ માં,
તારા માં ભળી જાઉ છું....
હાજરી ની શી જરૂર છે તારી...?
હું યાદો ની માળા માં મોતી બની પરોવાઈ જાઉં છું...
રહેશે લાગણી ની મહેક અનંત સુધી
કે આજે તુજ ને પામવા તુજ થી જ હારી જાઉં છું....

Read More