Quotes by Megha in Bitesapp read free

Megha

Megha

@megha195043
(38)

ચાર રસ્તે બંધ સાઈડમાં પેહલા એક એ સિગ્નલ તોડ્યું ને સફાઈ થી નીકળી ગયો

તેની પાછળ પાછળ બીજો, ત્રીજો, ચોથા... એ પણ સિગ્નલ તોડ્યું..

પોલીસે તરત
બીજા, ત્રીજા અને ચોથા ને પકડ્યા, ચલણ ફાડ્યું.

બધા કે,
ઓલા ને કેમ જાવા દીધો સૌથી પેહલા તો એજ હતો.🤨

પોલીસે કીધું
ઈ અમારો માર્કેટિંગ નો માણસ છે.
ઈ હમણાં પાછો આવશે ને પાછો સિગ્નલ તોડશે.

અમારે પણ ટાર્ગેટ પૂરા કરવાના હોય ને.......

_*March Ending*_


- Megha

Read More

દેખા દેખીનાં આ દોરમાં બીજા ને દેખાડી દેવાના ચક્કરમાં માણસ ક્યારેક ખુદ દેખાતો બંધ થઈ જાય છે..!!
          .
- Megha

Read More

""સંબંધ નું નામ કોઈપણ હોય""... પરંતુ તેની સાર્થકતા ત્યારે જ ગણાય કે જ્યારે.... બે ઘડી વાત કરવા થી અથવા બે ઘડી મળવાથી...આપણા મન ને શાંતિ અને આનંદ  મળે...!

- Megha

Read More

મિલકત તો પોતાના વારસા માં મળી જશે,
પણ પોતાની ઓળખાણ તો પોતે પોતાના ના દમ પર જ બનાવી પડે..
          .
- Megha

સળગતું જંગલ છાનું છાનું રડતું હતું. કારણકે લાકડું એનું જ હતું એ માચિસની સળી માં..

          
- Megha

જરૂરત થી વધારે વિચારીને લોકો એવી સમસ્યા ઉભી કરે છે,
જે હકીકત માં છે જ નહિ..!
- Megha

આ કામ મારાથી થશે એ મારો આત્મવિશ્વાસ પણ, આ કામ મારા થી જ થશે એ મારો  અહંકાર..

            
- Megha

માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી !!
            .
- Megha

સ્વભાવ ને સંજોગો સાથે સેટ કરવો,
એ જ આપણી સફળતા...
            .
- Megha

જો તમે એક મદદરૂપ અને માનવતાભર્યા વ્યક્તિ છો તો,
પ્રકૃતિ તમારા જીવનની પરીક્ષા વધારે પડતી જ લે છે.
    
 
- Megha

Read More