Quotes by Meena Parmar in Bitesapp read free

Meena Parmar

Meena Parmar

@meenaparmar220311


પીડા એ નિશાની છે કે તમે જીવંત છો સમસ્યા એ સકેત છે તમે મજબૂત છો પ્રાથૅના એ નિશાની છે કે તમે એકલા નથી ...

- Meena Parmar

Read More

છલકાય નહી લાગંણી એમ ચાલ મળીએ નયંનો માં અનરાધાર પલળીએ મોસંમ નથી વરસાદ ની તો શુ થયું ધુમ્મસ ની છે વાત ચાલ ને ઓગળીએ...
- Meena Parmar

Read More

સુકાયેલી નદી ના કયાય થી પગંરણ મળી આવે વિખૂટુ થયેલુ એ રીતે એક સ્વજન મળી આવે ઘણાં વરસો પછી વાચ્યા વગર ની કોઈ ચીઠ્ઠી માં તને યાદ કરુ છુ બસ આટલી ટાચંણ મળી આવે ફરે છે એક માણસ ગો ધુલિ વેળા આ રસ્તાઓ ઉપર કદાચિત ગામનુ છૂટુ પડેલ ધણ મળી આવે મન ને બહુ થાય છે ઈચ્છા કે ગામ પાદંર જઈ બેસુ અને બહુ દુર થી લલકાર તો ચારંણ મળી આવે ઘણું એ નામ સાભળેલુ એ હતી એની ખ્યાતિ મળીએ એ શખ્સ ને સાવ સાધારણ મળી આવે ખખડધજ કાટ લાગેલી બિસમાર પેટી માં ખજાનો શોધવા બેસીએ અને છુટી ગયેલુ બાળપણ મળી આવે ...
- Meena Parmar

Read More

માટી તંણુ સગંપણ રાખવુ વાત માં થોડું ગળપણ રાખવુ ટીકા કરો બીજા ની તો ભલે પણ સામે ચોક્કસ દપૅણ રાખવુ...
- Meena Parmar

વાત મા ને વાત માં વાત એની નીકળી ઢળતી સાજે મેહકતી ત્યાં રાતંરાણી નીકળી ભાગ્ય રેખા ઉપર ભરોસો કરુ શી રીત થી બધં મુઠ્ઠી હાથ માં થી સાવ ખાલી નીકળી પુનંમ થી ચમકતી ચાદંની માં ચેહરો જોવો હતો કમનસીબે રાત આખી સાવ કાળી ડીબાંગ નીકળી કેટલા વષો વીતી ગયાં છુટા પડી ને ભેગા થયે તે છતાં કેવી સહજતા સામા સામી નીકળી સબંધો ની ખાતાવંહી વાચી વાચી ને દોસ્તો કહેછે કે કેમ સરવાળે પછી તો બસ બાદબાકી જ નીકળી ...
- Meena Parmar

Read More

- Meena Parmar

સૂયૅ નુ ડૂબવુ અણી ઉપર છે ચંદ્ર એ રાખી રજા એ ટણી ઉપર છે ચાલ ફાનંસ સજાવ ઘર ની ભીતર કેમ ઝળંહળવુ એ આપણી ઉપર છે...
- Meena Parmar

Read More

કેટલો નિષ્પાપં હશે આ આસોપાલંવ પ્રસંગે પ્રસંગે એના જ તોરણ થાય છે...
- Meena Parmar

કુદરત નો નિર્ણય હમેશા શ્રેષ્ઠ જ હોયછે નિમિત કોણ છે એનાથી કોઈ ફરક નથી પડતો
- Meena Parmar

કરવુ કઈ રીતે મુલ્યાંકન સબંધ નુ એને વળી કયાં કદ કે આકાર હોયછે નકામી છે બધી દવાઓ અને દોરા ધાગા મૌલિક દદૉ ના વળી કયાં કોઈ ઉપચાર હોય છે મનં ને તાગો તો ખબર પડે ઉડાણં ની ચેહરા ઉપર તો કયાં કોઈ અણસાર હોય છે તમે છો તો છો અને નથી તો નથી ઈશ્વર ને અસ્તિત્વ નો બીજો કયાં આધાર હોય છે જે થાય તે બસ શાંતિ થી જોયા કરો એની લીલાં ઓ માં વળી કયાં દુરાચાર હોયછે...
- Meena Parmar

Read More