Quotes by Jivanbhai in Bitesapp read free

Jivanbhai

Jivanbhai

@mchavda1gmail


હું ડીસેમ્બરની એકત્રીસ, ને તું જાન્યુઆરીની પહેલી. લાગણીએ સાવ નજીક નજીક, પણ અંતર જોને વરસનું !

દીકરો

Good
http://matrubharti.com/book/11330/

રાત્રે ચાર કૂતરા આકાશ તરફ મોં રાખીને ઉઉઉ કરી ઉનવાતા હતા. દાદાએ મને જગાડયો અને કહ્યું આ કૂતરાઓને ભગાડય ને ભાઈ આજે નક્કી કોઇને જમરા (યમરાજ) લઈ જવાના. હું ઉઠ્યો એક પાણો ફેંક્યો અને કૂતરાં આજુબાજુની શેરીઓમાં નાહી ગ્યા.પછી સૂતો. સવારમાં સહુથી પહેલાં ઉઠવા વાળા દાદા આજે ન ઉઠ્યા.

Read More

Zverchand meghani

પ્રિયતમા મારી
ક્યારેક નદી
ક્યારેક ઝરણું બની જાય
ક્યારેક લહેરખી
ક્યારેક ઝંઝાવાત બની જાય
ક્યારેક સંવાદોનો ધોધ
ક્યારેક શાંત સરોવર બની જાય
ક્યારેક મહેકતી વસંત
ક્યારેક પાનખર બની જાય
ક્યારેક હેતના ઘોડા પૂર
ક્યારેક લાગણીઓ ની અનાવૃષ્ટિ
ક્યારેક બળ બળતી બપોર
ક્યારેક શીતળ ચાંદની બની જાય
પીઘળે એવી નસ નસમાં ભળી જાય -જે એમ ચાવડા

Read More

તૂં રાધા હું શ્યામ, તુ ગોરી હું ઘનશ્યામ. યુગ એ પણ હતો, યુગ આ પણ છે, એ વનરાવનની કૂંજ આ રીવર ફ્રન્ટની પાળ. મૌન મૌન તૂં મલકે આવે વસંતી બહાર.

Read More

વાદળો ખેંચી ને વાયરો આવે મને ખેંચે તારી જુલ્ફો ની ઘટા એ વરસે કે નૈ, હું અનરાધાર

Read More

તમને ભીંડાનાં સમ ડુંગળીની વાતોમાં ન આવશો સરગવો તો બહું ચાલાક - સૌ નો સાથ સૌ નો વિકાસ ટીંડોરા-ગુવાર, ભાજી-રીંગણ ભલે હો એક બટેટાનું દિલ તોડી કોઈ નહીં ફાવશો જે એમ ચાવડા

Read More

લો ફરી સળવળ્યા છે સંબંધો, લાંબી નીંદર પછી જાગયા છે સંબંધો. સ્થિતપ્રજ્ઞ,વૈરાગી સંબંધો, સતત ઢંઢોળ્યા છે સંબંધો. થોડાક ઘોબા, થોડા ટોચાં તો છે, અસ્સલ સ્વરૂપે સ્વીકાર્યા છે સંબંધો.

Read More

સવાલ ઝેર નો નથી
જે હું પી ગયો
લોકો પરેશાન છે
કે હું કેમ જીવી ગયો.