The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખોટું લાગી જાય એવું સત્ય બોલવું; પણ સત્ય લાગે એવું ખોટું ના બોલવું...। || ● શુભ સવાર ● ||
*આટલું જીવ્યા પછી* *એટલી ખબર પડી ગઈ કે...!!!* *સુંદર સુવિચારો લખવા માટે* *ખરાબ અનુભવો થવા જરૂરી છે.*
કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ. આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.) બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી. શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે.’ આ વાત કેટલી સાચી છે ! આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે ‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’ પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ? બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે ! બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા તો શીખવી જ પડશે. એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે. આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે. દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે ‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’ અત્યાર સુધી ફક્ત આપણે જ બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ. એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે. જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે. *મા~બાપ* *અચૂક વાંચે* ????
માણસ પોતાની ભૂલો માટે ખૂબ સરસ 'વકીલ' બને છે..!! જ્યારે બીજાની ભૂલો પર સીધો 'જજ' બની જાય છે..!!
_*જીવન કેવી રીતે જીવવું..?*_ _*મા બાપને* કોઈની સામે નજર ન ઝુકાવી પડે એવી રીતે *દીકરીએ* જીવવું..!_ _*અને મા બાપને...*_ _કોઈની સામે હાથ ન લંબાવવો પડે એવી રીતે *દીકરાએ* જીવવું...!!_ _*પોતાના ઘરમાં*_ _જેનું હસીને સ્વાગત થાય છે..._ _એ જગતનો સૌથી *સુખી માણસ* છે..._ _*પ્રગતિ* ભલે *ધીમી* થાય પણ ઈમાનદારી રાખજો._ _કારણકે, ._ _*મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા..??* જીવવા માટે એકાદ કમી પણ જરુરી છે ..!!_ _*'સપનું'*_ _એટલે પગથિયાં વિનાની સીડી.._ _*અને.....??*_ _*'ધ્યેય' એટલે* નિશ્ચિત કરેલા પગથિયાં.._ _*કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહિ..!*_ _અને કદર ન હોય ત્યાં ઘસાવુ નહિ..!!_ _*શબ્દ પણ ભોજન છે...*_ _કયા સમયે કયો શબ્દ પિરસવો તે આવડી જાયને તો દુનિયામા તેનાથી બેસ્ટ કૂક કોઇ નથી.._ _*શબ્દો મફત છે પરંતુ તેને વાપર્યા પછી કિંમત ચૂકવવી જ પડે છે..*_ _*પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે..*_ _એવી જ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે...✍_ _*લીંબુ પાણી ખાટું થાય તો*_ _સાકરથી મીઠું થાય..પણ મન ખાટા થાય તો ગમે તેટલી સાકર નાખો, મીઠા નહીં થાય..!!_ _*પ્રેમ...✍?*_ _*માફ કરતા શીખો...??*_ _કેમ કે આપણે પણ ભગવાન પાસેથી આ જ આશા રાખીએ છીયે..!_ ?? ☘?☘?☘?☘ *?Jay Shree Krishna ?*
એક *એ* છે જે ગણ્યા વગર આપે છે, અને એક *આપણે* છીએ જે એનું નામ પણ ગણી ગણીને લઈએ છીએ !
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser