Quotes by Manthan Patel in Bitesapp read free

Manthan Patel

Manthan Patel

@manthanpatel071293
(145)

મનમાં ઉતરવું અને મનમાંથી ઉતરવું....
બન્ને વચ્ચે ધુમ્મસ અને ધૂમાડા જેટલો ફેર છે...!

જે સુખે દુઃખ થાય હરીજનને તે સુખ હરિ આપી નહી. જે દુઃખે સુખ થાય હરીજનને તે હરિ આપે કૃપાએ.

આજના આ કળિયુગના સમયમાં માણસોએ એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખવો હોય તો એકબીજાની ખોટની ખાલી ખબર રાખવી બાકી નોંધ તો ગુણોની જ રાખવી.

Read More

માણસ માંથી માનવ થવું સહેલુ નથી દોસ્ત....
ગણી બધી કુરબાની આપવી પડે છે. મનમાં ભરેલા કેટ કેટલાય વહેમો,દ્વેષ,વેર,ઈર્ષા, લોભ,ઘમંડ વગેરે છોડવા પડે છે.
#સહેલું

Read More

ઋણ છે આ ભારત દેશની ધરતીનું આપણી ઉપર કે, આપણને આવા ધાર્મિક, સાંસ્કૃતિક અને મોક્ષનો માર્ગ જ્યાં ભગવાને બતાવ્યો એવા સ્થાને જન્મ મળ્યો.
#ધરતીનું

Read More

જીવનના કોઈપણ સમયે કોઈપણ કાર્ય પ્રત્યે બેદરકાર થયા તો ગયા. માણસ માત્ર ફેંકાઈ જાય છે આમ થવાને લઈને.

(આવી પોસ્ટ બઉ ઓછી વાંચવા મળશે બાકી લોકો આવુજ મુકશે "એને મારા પ્રેમની કોઈ કદરજ નથી એ મારી લાગણીઓ પ્રત્યે બઉ બેદરકાર છે)
#બેદરકાર

Read More

જ્યારે કોઈ વ્યક્તિ સાથે અરસ-પરસના સંબંધોમાં અમુક સમયે હૃદય ભીનું થઈને આંખ ભરાઈ આવેને તો સમજી લેવું કે સાચા માર્ગે લાગણીઓ વહી રહી છે.
#ભીનું

Read More

ઉન્નતિ પામવા માટે અથાગ મહેનત જોઈએ. સ્થિતપ્રજ્ઞ રીતે જે પણ કામ થાય એમાં ખૂબ ઉન્નતિ મળે.
#ઉન્નતિ

દરેક વ્યક્તિ એના જીવનમાં કોઈક ને કોઈ બાબતે અન્ય નો આભારી હોય છે. એની સફળતામાં ક્યાંક ને ક્યાંક અન્ય વ્યકતિ સંકળાયેલી હોય છે. સફળતાનાં મંચ ના અમુક ટેકા આવી વ્યક્તિઓ હોય છે. અને હમેંશા એવી વ્યક્તિના આપણે આભારી હોઈ એ છીએ.
#આભારી

Read More

મૂર્ખ છે એ લોકો જે મનુષ્ય અવતાર મળવા છતાંય પુસ્તકો વાંચતા નથી.
#મૂર્ખ