Quotes by Manish Yogi Raj in Bitesapp read free

Manish Yogi Raj

Manish Yogi Raj

@manishyogiraj2509


આંખો મે ખુશી લબો પર હસી
ગમ કા કહી નામ ના હો

તુમકો જહાન કી સારી ખુશિયા મીલે
ઇન ખુશીયો કી કભી શામ ના હો.
???????????

તેરી યાદ ને મેરે દીલ કો સજા રખા હૈ
તેરે પ્યાર મેં સબ કો ભૂલા રખા હૈ

કુછ અછા નહિ લગતા તેરી જુદાઈ કે બાદ
એક તેરી યાદ કો સીને સે લગા રખા હૈ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

તડપ
તડપ કે દેખ કિસી કિ ચાહત મેં
તો પતા ચલે કી ઇન્તજાર ક્યા હોતા હૈ

તડપ કે દેખ કિસી કિ ચાહત મેં
તો પતાચલે કી ઇન્તજાર ક્યા હોતા હૈ

યુંહીં મિલ જાયે કોઈ બીનાતડપે.
તો કૈસે પતા ચલે કી પ્યાર ક્યા હોતા હૈ.?
????????????

Read More

ખુદ્દાર માનવીને બીજું શું ભલા મળે,
દુઃખ એવી ચીજ છે કે જે માગ્યા વિના મળે…

પ્રેમાળ માનવીની જરૂરત છે, ઓ હ્રદય,
જો એ નહીં તો કોઇ ભલેને બીજી મળે…

છે આ દશા વફાને લીધે, પ્રેમથી જુઓ,
હું ચાહતો નથી કે તમારી દયા મળે…

તુરબત મળી જવાબમાં, માગ્યું હતું અમે,
ઇર્ષ્યા ન થાય કોઇને એવી જગા મળે…

બેફામ જીવતાં જ જરૂરત હતી મને,
શો અર્થ છે, મરણની પછી જો ખુદા મળે…
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી…

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી…

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી…

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી…

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી…

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી…

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી…

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી…

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી…

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી…

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી…

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી…

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’.
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી….
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જાતની સાથે જ સોબત થઇ ગઇ,
એકલા રહેવાની આદત થઇ ગઇ…

એક આંસુ કો’કનું લૂછી દીધું,
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ…

આયના સામે કશા કારણ વગર,
આજ બસ મારે અદાવત થઇ ગઇ…

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે,
કેવડી મોટી સખાવત થઇ ગઇ…

એમણે પીડા વિશે પૂછ્યા પછી,
કેટલી પીડામાં રાહત થઈ ગઈ…

કાલ મન ઉજજડ હતું પણ આજ તો,
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ…
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા, લાખમાં.

બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.

છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.

ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં.

હૈયું ખોલે ને શરત એવી કરે -
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;

પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Read More

એકાદ? એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી?
વહેતા? પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી❤️

Read More