Quotes by Manish Jogi in Bitesapp read free

Manish Jogi

Manish Jogi

@manishjogi


ઉપદેશ લખવા કે વાંચવાથી નહીં પરંતુ જીવનતો એવું જીવો કે પોતાના કર્મથી બીજાને ઉપદેશ મળે.

બાળકને મુક્ત મનથી જે કઈ કરતા હોય તે તેની રીતે કરવા દેવું. તોજ બાળક માનસિક ગુલામીમાંથી મુક્ત રહી શકે. માનસિક ગુલામીથી વિકાસ રૂંધાય જાય.
#માનસિક

Read More

માતા-પિતાની જવાબદારી છે કે બાળકનાં ભવિષ્ય વિશે ચિંતા થવી જોઇએ પણ સાથે એ પણ જોતા રહેવું જોઈએ કે બાળક માનસિક ગુલામી તો નથી ભોગવી રહ્યો?
#માનસિક

Read More

નવી ગાઇડલાઇન મુજબ રાજકીય રેલીમાં જોડાઈ ગરબા રમવા વિનંતી 😝😁😜!

પોસ્ટમેન : નામ સાંભળતાજ કાનમાં સાયકલની ટકોરી અને આડોસ-પાડોસનાં નામ ગુંજી ઉઠે! પોસ્ટમેન ની કાગડોળે રાહ જોતા હોય અને જ્યારે ટપાલ ન હોય ત્યારે ફરીથી પોસ્ટમેનને પુછતા મારી ટપાલ નથી?! તે સમયમાં પોસ્ટ કાર્ડ જમાનો હતો જેમાં કોઇ વસ્તુ ખાનગી નહોતી પણ છતાં માણસો બીજાનું પોસ્ટ કાર્ડ વાંચતા નહીં!
#પોસ્ટમેન

Read More

વિમાન અને વિચાર બન્નેની સફરમાં ઘણુંબધું જાણવા મળે! વિમાનની સફર અમુક હદમાં પુરી થઇ જાય છે! જ્યારે વિચારની સફર માટે કોઈ હદ નથી જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી સફરમાં રહીને જાણી-માણી શકીએ.
#વિમાન

Read More

આપણી સંસ્કૃતિમાં હિંસા કરવાની પરવાનગી નથી. આપણા માટે "અહિંસા પરમો ધરમ"છે. પણ જ્યારે સમય-સંજોગો એવા હોય,તો હિંસા કરવામાં કોઈ પાપ નથી. આવા સમયે "અહિંસા પરનો(બીજાનો) ધર્મ" આમ લેવું.
#અહિંસા

-- Manish Jogi

https://www.matrubharti.com/bites/111587009

Read More

હિંદુસ્તાનનું આખું માળખું કરુણા આધારિત છે. જ્યારે દુશ્મન દેશ હુમલો કરે તો તેને જડબાતોડ જવાબ આપી તેને બાદમાં કોઈ સજા કરવામાં નથી આવતી તથા બોમ્બ બ્લાસ્ટનાં આરોપીને પણ જેલમાં સારી સવલત આપી કરુણાનું ઉદાહરણ પૂરું પાડે છે.
#કરુણા

Read More

માણસ જ્યારે અંધારામાં (અભીમાનમાં ) હોય ત્યારે અરીસો પણ પ્રતીબીંબ નથી બતાવતો.

ગરીબની ઝુંપડી હોય કે અમીરોની ઇમારત બન્ને આવાસ કહેવાય. તફાવત માત્ર એકજ છે. ઝુંપડામાં જેટલો સંતોષ હશે એટલોજ સંતોષ ઈમારતમાં નથી હોતો!
#આવાસ

Read More