The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું એટલે મારા સવાર ની શરૂઆત તું એટલે મારી રાત ની મીઠી નીંદર અને તે નીંદર માં આવતું સુંદર સમણું પ્રિયાંકા
કેવી સુંદર જોડી તારી ને મારી જાણે રાજહંશો ની જોડી કેવી સુંદર જોડી તારી ને મારી હું જલીસ હાથ તારો તું દેજે સાથ મારો જિંદગી ચાલે આપણી એવી જેવી દોડે આરબ ઘોડી કેવી સુંદર જોડી તારી ને મારી થોડી સમજણ તારી થોડી સમજણ મારી એક બીજાને સમજીને ભવસાગર જઈ એ તારી કેવી સુંદર જોડી તારી ને મારી ભૂલ થાય તો માફી ચાહું સુખદુઃખ માં તારો સાથ ચાહું ના અટકે પ્રેમની સરવાણી બસ મીઠી રહે આપણી વાણી કેવી સુંદર જોડી તારી ને મારી p.r.parmar
કાજળ ભરેલી આ આંખો માં ધસમસતું પુર ક્યાંથી આવ્યું હૈયા નું દર્દ આંખો માં કા!છલકાયું બેવ નું અંતર તો ઘણું દૂર છે એક બીજા થી તો પછી હૈયાં ને ઠોકર લાગી તો આંખ થી કા રડાયું! P.R.Parmar
વાદળું મજાનું એક વરસી ગયું. તપતી ધરતીની અગન ઠારવી ગયું, વાદળું મજાનું એક વરસી ગયું. વીજળી ના ચમકારા સાથે ગગનભેદી ત્રાડ નાંખી, મોરલાના ટહુકારે ટહુકી ગયું, વાદળું મજાનું એક વરસી ગયું. ચોતરફ ભીનીસોડમ પ્રસરાવતું ગયું, કાળઝાળ ગરમી સઘળી ભરખી ગયું, વાદળું મજાનું એક વરસી ગયું. ક્યાંક અમીછાટણા રૂપ, ક્યાંક મુશળધાર ધોધ બની, ક્યાંક પવન ના સુસવાટા સાથે સરકી ગયું. વાદળું મજાનું એક વરસી ગયું. :- પ્રિયંકા પરમાર 5/6/2020 Friday 7.00pm
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser