Quotes by Mahesh Thakor in Bitesapp read free

Mahesh Thakor

Mahesh Thakor

@maheshthakor3252


પાતળી જીભ ના પોરહીલા અને વીરરસ ના દરિયા ને પોતાના વેણ માં વિંટી અને હિલોળે ચડાવનાર અડિખમ ઈશરદાન ભાઈ ગઢવી ની 8મી પુણ્ય તિથીએ એમના ચરણો માં વંદન..

//દોહા//

મિઠો વરસે મેવલો જેમ ધર માં પાકે ધાન..
વાંતુ એમ વિદ્વાન અઢળક દેતો ઈશરા..

પલ્લા ઝાટકી પોરહ થી તુ વિધ વિધ કરતો વાત..
છટ્ટા સમદર સાત ઓળંગી તારી ઈશરા

ઈ હલક ઈ હાકલા ઈ પડકારા પડછંદ...
રાજ તારલીયા રહગયા અને આથ્મયો ઈશર ચંદ

//છંદ : હરિગીત//

તાળવે થી ત્રાડ દેતો સાવજ તુ સૌ ને ગમે,
નાભિ કમળ થી નિહરે છે હલક તારી હરસમે,
જ્ઞાતિ તણુ ગૌરવ વધારણ વેધુડો વિદ્વાન છે,
સાહિત્ય માં શરમોડ ને અણમોલ ઈશરદાન છે...

એના શબ્દ ના તુફાન માં જન મન મકાનો હલબલે,
એની વાણી છેવરસાદ સ્વાંતી મલક ને મોતી મળે,
કોઈ હંસલા વેધુ હસે ઈ શબ્દ મોતી માણશે,
સાહિત્ય માં શરમોડ ને અણમોલ ઈશરદાન છે...

હનમાનજી હરખાય રાજી થાય સુણંતા ચાલીસા,
ડણકે તારી સૌ ડોલતા ને સુર ઓપે ચહું દીશા,
ઈ શબ્દ જુવો તત્વ ચારણ મહેકતુ સરવાણ છે,
સાહિત્ય માં શરમોડ ને અણમોલ ઈશરદાન છે...

સાહિત્ય ના સમદર

Read More

મા

epost thumb

-- Mahesh Thakor

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111134430