Quotes by Mahesh Patel in Bitesapp read free

Mahesh Patel

Mahesh Patel

@maheshpatel6898


◆એ પહેલી મુલાકાત, હાં! મને યાદ છે..!◆

એ પહેલી મુલાકાત અણધારી તારી, હાં! મને યાદ છે..!
વધી ગઈ હતી ધડકન અણધારી મારી, હાં! મને યાદ છે..!
થોડી તું સરમાણી..થોડી તું ઘભરાણી,
નજર ને નીચી રાખી થોડી તું મલકાણી!
બધુજ મને યાદ છે..!

એ પહેલી મુલાકાત અણધારી તારી, હાં! મને યાદ છે..!

આંખો ને થયેલો ઢાંઢક નો અહેસાસ મારી, હાં! મને યાદ છે!
તારા હાથો વડે ચૂંટાયેલું ગાર્ડન નું એ લીલું ખાસ,
તારા હાથની આંગળી પર પહેરાવેલી એ વીંટી.!
બધુજ મને યાદ છે!

એ પહેલી મુલાકાત અણધારી તારી, હાં! મને યાદ છે!

છુટા-છવાયા વાદળો વચ્ચેની એ પહેલી મુલાકાત તારી, હાં મને યાદ છે!
સાથે બેસી ને ખાધેલા એ રિયલ ના શિંગ ભજીયા..
ઘેર જવાની ઉતાવળ વચ્ચે થયેલો એ મીઠો શંવાદ..!
બધુજ મને યાદ છે!

એ પહેલી મુલાકાત અણધારી તારી,હાં મને યાદ છે..!

હોઠોની કંપન-આંખોની શરારત તારી, હાં મને યાદ છે..!
વધી ગયેલા હૃદય ના ધબકારા મારા,
હતી છુપી ખુશી ચહેરા પર મારા..!
બધુજ મને યાદ છે..!

ગમી હતી એ પહેલી અને છેલ્લી મુલાકાત તારી, હાં મને યાદ છે.!

એ પહેલી મુલાકાત અણધારી તારી, હાં! મને યાદ છે..!

✍Mp

Read More

"પોતાની જાતિ પર ઘમંડ કરવો, જાતિનું નામ ગાડીઓ પાછળ લખવું, બીજાની જાતિ ને અપમાનિત કરવી, જાતિ બતાવીને સરકારી લાભ લેવા વગેરે.. જેવી હલકી માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી દેશમાં શાંતિ સ્થાપિત નહિ થાય."
✍Mp

Read More

કપાળમાં ટીલા તાણી, ડોકમાં નકલી તુલસી ના મણકાની માળા લટકાવી, ભગવા કે સફેદ ઝભ્ભા પહેરી, લાખો-કરોડોના આશ્રમ નાખીને, એસી વાળી મોટી-મોટી ગાડીમાં ફરનારા પાંખડી, સેક્સ સ્વામીઓ ને આપણે ગુરુ માની બેઠા છીએ.
આવા પાખંડીઓ આજે અંધભક્તો પાસેથી દક્ષિણા ના નામે રૂપિયા પડાવશે અને અંધભક્તો હોંશે હોંશે આવા સેક્સ સ્વામીઓના પગ ચાટી, એમના મહેનત ના કમાયેલા રૂપિયા આવા નરાધમો ને દક્ષિણા રૂપે આપશે. કેટલાક લોકો પાસે તો આવી પડેલા આવા વિકટ સમયમાં પૈસા ની તંગી હશે, ઘરમાં ચા-ખાંડ કે શાક વધારવા તેલ પણ નહિ હોય, છતાં મિત્ર-સંબંધી પાસેથી ઉછીના-પાછીના કરીને પણ આજે ગુરુ ને દક્ષિણા આપવા જશે.
વિચારો તો આ કેટલા અંશે યોગ્ય કહેવાય?
શું સાચા, ઈમાનદાર, પ્રામાણિક, નીતિવાન માણસ બનવા માટે ગુરુ બોધ લેવો જ પડે??
આજુ-બાજુ નજર કરી તો જુવો. કેટલા ગુરૂમુખીઓ સાચા અર્થમાં ઇમાદાર, નીતિવાન, પ્રામાણિક કે માનવતાવાદી બન્યા??
દરેકે સમજવું પડશે આ ગુરુપ્રથા (ગુરુ કરાવવાની) સાવ ખોટી છે. આ ગાડરિયા પ્રવાહમાં અંધ બનીને દરેકનું શોષણ થઈ રહ્યું છે તે સમજવું પડશે.
પ્રત્યેક વ્યક્તિએ ગુરુ કરાવવા જ જોઈએ તે વાત સાથે હું સહમત નથી. 'ગુરુ ન કરાવે એ નુગરો કહેવાય', 'નુગરા ને નર્ક મળે', જેવી વાતો સાવ વાહિયાત છે. આવી પાયા વિહોણી વાતો અલગ-અલગ સંપ્રદાયો, પંથો, સેક્સ સ્વામીઓ પાખંડીઓ વગેરે દ્વારા ઉપજાવેલી છે. જે મોટા ભાગે લોકોને જ્ઞાન નહિ પણ અજ્ઞાનમાં ઘસેડીને લોકોનું શોષણ કરે છે. જે પોતે ભગવાન થઈને પૂજાય છે અને પ્રજાનું વિભાજન કરીને કમજોર કરે છે. આવા પાંખડીઓ,સેક્સ સ્વામીઓ, નાગા ગુરુઓની પૂજા નહિ પણ આવા નરાધમોનો ત્યાગ કરવો જોઈએ.
ગુરુ કે ગુરુમુખી મોટા ભાગે જ્ઞાની હોતા નહિ. કેટલાક તો ઘોર અજ્ઞાની, પાંખડી અને શોષણખોર હોય છે. લોકો સામે સારા દેખાવા નો ઢોંગ કરતાં હોય અને અંદરથી નીચ, નાલાયક, કપટી, નરાધમ હોય છે.
હજી પણ વહેલું છે આવા પાખંડીઓ ના શોષણખોર ચુંગાલમાંથી બહાર આવો. 'ફલાણા-ઢીકણા એ ગુરુ કરાવ્યા એટલે મારે પણ ગુરુ કરાવવા છે', 'ગુરુ કરાવશો તોજ મોક્ષ પ્રાપ્ત થાય' જેવી માનસિકતા માંથી બહાર નીકળો. પોતાના કાટ ખાઈ ગયેલ મગજના દ્વાર ઉગાડી, પોતાના મનથી પોતાની જાત સાથે નિર્ણય કરો કે,
"હું આજથી કોઈને પણ નડીશ નહિ, ક્યારેય અનીતિ નું કમાઈશ નહિ, ક્યારેય ખોટું બોલીશ નહિ, ખોટું કરીશ નહિ, હંમેશા જરૂરિયાતમંદ લોકોને મારાથી બની શકે એટલી મદદ કરીશ."
બસ આટલું પ્રોમિસ પોતાની જાત સાથે ઇમાદારીથી કરી દો. છાતી ઠોકી ને કહું છું તમારે ક્યારેય ગુરુ-ફુરું કરાવવાની જરૂર જ નહીં પડે.
✍Mp

Read More

" કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ ની પરખ તેની સુંદરતા (બાહ્ય દેખાવ), પર્સનાલિટી, બાપ ના બેંક બેલેન્સ, પ્રોપર્ટી, કે whatsaap ના સ્ટેટ્સ થી ના કરવી જોઈએ,
વ્યક્તિના વ્યક્તિત્વ ની સાચી પરખ તો જીવનમાં અમલ કરાતા તેના વિચારોથી થાય છે."
✍Mp

Read More

સુંદરતા પાછળ ઘેલી થયેલી દુનિયા ભૂલી રહી છે કે સાથે જીવન જીવવા માટે સુંદર ચહેરાની નહીં પણ, એક સાચા, વફાદાર અને સારા સ્વભાવ વાળા પાત્રની જરૂર પડે છે.
✍Mp

Read More