Quotes by Maheshkumar in Bitesapp read free

Maheshkumar

Maheshkumar

@maheshkumar7507


એક જંગલ હતું જેમાં વાઘ, સિંહ, ચિત્તો, દિપડો જેવા અલગ અલગ જાતિનાં હિંસક પ્રાણીઓ હળી મળીને રહેતા હતાં સામે એક ગામ હતું જ્યાં એક જ ધર્મના માણસ અલગ અલગ જાતિના વાડા પાડી હિંસક હેવાનિયત પર ઉતરી આવી એકબીજાનું નિકંદન કરી રહ્યા હોય છે. સામાન્ય વરઘોડા જેવી મામૂલી બાબતે મારામારી પર ઉતરી આવે છે જેથી ઘોડો નામનું પ્રાણી બેનામ બદનામ થવાના ડરથી જંગલમાં જતો રહે છે,
અબ ન રહેગા ઘોડા, ઔર ન બનેગા વર ઘોડા !!!! બીજા પ્રાણીઓ પણ ગામ છોડીને "જંગલ મે મંગલ" નામની યોજના બનાવી ચલો જંગલ કી ઓર પ્રયાણ કરી દીધું, દલિત કહેવાતા લોકો અન્ય ધર્મનો સહારો લઇને ચલો ધમ્મ કી ઓર આગેકૂચ કરી નવસર્જન તરફ આગળ વધી ગયા, જ્યારે કહેવાતા સભ્ય સમાજનો માણસ‌ જંગલી પ્રાણીઓથી પણ નીમ્ન સ્તરે ઉતરી ગયો અંદરો અંદર લડી ઝઘડી પ્રકૃતિથી પણ વિખૂટો પડી ગયો અને આમને આમ ગામને વિરાન જંગલ બનાવી દીધું.
બોધ- જાતિ છોડો સમાજ જોડો
MN

Read More