Quotes by Mahesh Gadhvi in Bitesapp read free

Mahesh Gadhvi

Mahesh Gadhvi

@maheshgadhavi1978gmail.com012501


પ્રજા ના પ્રતિનિધિ તો થઈ જવાય પણ પ્રજા ના કે રાજ ના માતા પિતા એમ ને એમ નથી થવાતું.ભારત ની આઝાદી માં પોતાનું સર્વસ્વ આપી દઈને આજે આઝાદી ના ૭૫ વર્ષ અને રજવાડા ના વિલીનીકરણ ના ૭૦ વર્ષ પછી પણ આ દુઃખ ની ઘડી માં આપની પ્રજા માટેની લાગણી અનુકરણીય અને વંદનીય છે

Read More
epost thumb

કવિ આશ ની વેદના

જૂનું બધું યે નવું થાય, એ નવું વરસ કહેવાય
થવા જેવું યે ઘણું થાય, એ નવું વરસ કહેવાય

દોડી દોડી હાંફી હાંફી
ભાગો જેની પાછળ
એ જ અચાનક આવી ઊભું
રહે આપની આગળ

ઇચ્છો એવું બધું થાય એ નવું વરસ કહેવાય !
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

તારા વિના બધુ જ જૂનું
એવું ગમતી વ્યક્તિને કહેજો
નવા વરસે થોડું તો થોડું
એની સાથે રહેજો

આખા જગમાં જેટલું સુખ હોય
બધું તમારું થાય…
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

નવા વરસે એ બધું જીવો
જે કદીયે જીવ્યા ન્હોતા
નવા વરસે એ બધું કહો
જે કદીયે બોલ્યા ન્હોતા

નવા વરસમાં સમય આપનો
નવો શરૂ થાય…..
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

અજવાળાનો ડર લાગે તો
અંધારાને મળજો
એક નાનકડો દિપ પ્રગટાવી
સૂરજ સામે ધરજો

નવા વરસે જે પણ થાય એ બધું
મજાનું થાય….
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

Read More

maa karni ji

epost thumb