Quotes by Kinjal in Bitesapp read free

Kinjal

Kinjal

@mahera.k.l


એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે.

રાજા તેની લાયકાત પુછે છે.

જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું.

રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે.

થોડા દિવસો પછી રાજા તેમના અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો..

જવાબમાં નોકરે કંહ્યુ કે “ ધોડો અસલી નથી”

રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો.

રાજા એ નોકરને પુંછયું કે તને આ કેવી રીતે ખબર પડી ?

નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો.

રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ વિ.મોકલી આપ્યું,અને નોકરને બઢતી આપીને તેને રાણી નાં મહેલમા નોકરી આપી,અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી.

રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો..તરતજ તેણે તેની સાસુને બોલાવી..સાસુએ ખુલાસો કર્યો કે મારી દિકરી જન્મી કે તરતજ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી.પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ ..એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે.

રાજા એ નોકરને પુંછયુ કે તને આ કઈ રીતે ખબર પડી ?

નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણી માં નથી.

રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા,બકરા વિ.ઇનામમાં આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું.

થોડા વખત પછી રાજા એ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી જવાબમાં નોકરે કંહ્યુ કે “અભય વચન આપો તો તમારી અસલીયત બાબત કંહુ”

રાજા એ આપ્યું.., એટલે નોકરે કંહ્યુ કે “ ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”

રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે હું ખરેખર કોનો દીકરો છું...??

જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે હા સાચી વાત છે. મારે કોઇ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે.

રાજા અચરજ પામી ગયો અને નોકરને પુછયું કે તને કેવી રીતે ખબર પડી ...???

જવાબમાં નોકરે કંહ્યુ કે ‘ બાદશાહ જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા ,મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે”..., પરંતુ તમે તો મને કાયમ અનાજ,માંસ, ધેટા બકરા વિ.ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ કસાઈ ની ઓલાદ જેવો હતો...

બોધ- ઇંસાનની અસલિયત તેના ખુનનો પ્રકાર,સંસ્કાર, વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે.

હેસિયત બદલાઇ જાય છે ,પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼

વિજ્ઞાન માં D.N.A. ની શોધ અમથી જ નથી થઈ..,

પૈસો આવે એટલે મન ની અમીરાત પણ આવે તેવું હોતું નથી.....

Read More

*ઘડીયાળ ને એમ છે કે*
*દુનિયા હું ચલાવું છું*
*પણ એને કદાચ ખબર નઈ હોય*
*કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.*
*આપણુ પણ કાઈક આવુ જ છે..*

_*ભાગ્ય* તમારા હાથમાં નથી હોતું_
*પણ*
_*નિર્ણય* તમારા હાથમાં હોય છે._
_*ભાગ્ય* તમારો *નિર્યણ* નથી બદલી શકતો_
*પણ*
_તમારો *નિર્ણય* *ભાગ્ય* બદલી શકે છે.._

?? ??

Read More

દિલ થી દુવા કરો તો
માંગેલું બધું જ
મળી જાય છે..
વાણી અને વર્તન માં જો
મીઠાશ હોય તો
દુશ્મન પણ નમી
જાય...??

Read More

સરપ્રાઈઝ...

nice..
https://www.matrubharti.com/book/19857126/

*મન થાયને ત્યારે*
*મરજી મુજબ જીવી લેવું,*
*કેમ કે.....*
*સમય ફરીથી*
*એ સમય નથી આપતો.....,*
*સાહેબ*
*જિંદગી એ પણ એવી શાળા છે.....*
*જ્યાં વર્ગ બદલાય છે*
*વિષયો નહિ.....*

Read More

ખરાબ સમયમાં જ બધાંના અસલી રંગ દેખાય છે ,
દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી લાગે છે...

*B* એટલે *Birth* અને *D* એટલે *Death*
આ બે માંથી એક પણ આપણા હાથમાં નથી..
પરંતુ
*B* અને *D* ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં હાથમાં છે.
જીવન કેવુ જીવવું? તે આપણાં હાથમાં છે.
*વર્તમાન*માં આનંદથી જીવો,
*ભૂતકાળ*ને ભૂલી જાવ,
*ભવિષ્યકાળ*ને કુદરત ઉપર છોડી દો.

Read More

*કાલે અરીસો હતો તો, બધા*
*જોઈ જોઈ ને જતા હતા,*
*આજે તૂટી ગયો,*
*તો બધા બચી બચી ને જાય છે.*
*સમય સમય ની વાત છે !*
*લોકો તમારી સાથે નહીં પણ* *તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે....

Read More

ભગવાન *પ્રેમ* બધા ને આપે છે..

*દિલ* પણ બધા ને આપે છે..
*દિલ માં રેહવા વાળા* પણ બધા ને આપે છે..

પણ..

*દિલ ને સમજવા વાળા* નસીબ વાળા ને જ મળે છે..

Read More