Quotes by Madhu in Bitesapp read free

Madhu

Madhu

@madhu28valagmail.com6954


તું બોલીને જતો રહ્યો,
હું પડઘાઓમાં જીવુ છું.
તું આવીને જતો રહ્યો,
હું પડછાયામાં ગોતુ છું.

છે કેડી અજાણી સમયની પણ આગળ વધવું છે,
છે મંજિલ અજાણી પણ આગળ વધવું છે.

જિંદગી કોનાથી જીતાણી પણ આગળ વધવું છે,
એક ક્ષણ છે જીવવાની પણ આગળ વધવું છે.

#વધવું

Read More

આજ અચાનક યાદ આવ્યું કે ,
યાદોને વીસરી જવાનું તો વીસરાય ગયું!
આજ અચાનક યાદ આવ્યું કે ,
આંસુને પીઈ જવાનું તો વીસરાય ગયું!

આજ અચાનક યાદ આવ્યું કે,
વાતોને વીસરી જવાનું તો વીસરાય ગયું!
આજ અચાનક યાદ આવ્યું કે,
એ ગલીઓમાં નહીં જવાનું તો વીસરાય ગયું!

#વીસરવું

Read More

વાતો ન હોય વેદનાની,
દુ:ખ જાતે અનુભવવુ પડે;

સમજવા રીત પ્રીતની,
રાધા મીરા થઈ જન્મવુ પડે!

#અનુભવવું

નથી જોઇતું તારું ઉછીનું માન,
મને જોઇતું મારું પોતાનું સ્વમાન.

#માન

ભવ્ય એ એક ક્ષણ હતી,
તારી સાથે હું પણ હતી.

#ભવ્ય

મળી ન શકી જે મંજિલ એનો મને આનંદ છે,
મંજિલમા મળ્યા જે મારગ એનો મને આનંદ છે.

અધૂરી રહી ગઈ જે સફર એનો મને આનંદ છે,
સફરમા મળ્યા જે હમસફર એનો મને આનંદ છે.

#આનંદ

Read More

નાસમજ છે આ આંખો એણે સપનાઓના આંજણ આંજ્યા છે,

બેખબર છે કે એ સપના નિયતિએ બીજી આંખોને આપ્યા છે.

#નિયતિ

બધી જ કૃતિ થી સુંદર છે આકૃતિ તારી,
છે માં જગતમા તું સૌથી નીરાળી.
#આકૃતિ

લાગણીઓ હિલોળે ચડી ને શબ્દોને શરમ આવી ,
હું કહે કે તું કહે ની ગડમથલમા આ દુકાળની મૌસમ આવી!
#દુકાળ
madhu