Quotes by Madhavi in Bitesapp read free

Madhavi

Madhavi

@madhavi.padiya


વાંચો એક સ્ત્રી ની પોતાની અંદર ની પ્રેમ ની લાગણી દર્શાવતી એક સત્ય ઘટના... પસંદગી ના છોકરા જોડે કઈ રીતે થાય છે કનેક્ટ
માધવી આશરા ની કલમે એક સચોટ વાત

Read More

પહેલી વાર બાળગીત લખું છું


નાનું અમથું પતંગિયુ ને..

નાનું અમથું પતંગિયુ ને, લઈ ને આવે રંગ,
રંગોમાં હું ખોવાઈ જાઉં, લઈને મારો રંગ....
બેની અમે રમતા પતંગિયા ને સંગે,
ક્યારે આવે લાલ તો ક્યારે આવે પીળું,
જઈને અમે પૂછતા ક્યાથી લાવ્યો રંગ,
નાનું અમથું પતંગિયુ ને લઈને આવે રંગ...
ફૂલ પાસે જઈને એ તો ગપશપ કરે,
દોડી-દોડીને હું એને પકડવાને જાઉં,
મુજને એ થેંગો બતાવી ઉડી-ઉડી જાય
નાનું અમથું પતંગિયુ ને લઈને આવે રંગ...

માધવી આશરા ‘ખત્રી’

Read More

વાસલડી ના સૂરે નાચે 

વાસલડી ના સૂરે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી,
તબલા ના તાલે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી,

જમુના ને કાંઠે થયો મહારાસ,
શ્યામ બને છે રાધા, તો રાધા બની શ્યામ,
યુગલ સ્વરૂપે જામ્યો છે મહારાસ,
ઝાંઝર ના ઝમકારે નાચે, 
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.
પૂર્ણ ચંદ્ર એ પાથરયો પ્રકાશ,
ચૌતરફ ઘુમે ગોપી, ઘુમે છે શ્યામ,
પ્રીત કરી મોહન સંગાથે અપ્રીતમ,
ચૂડી ના ચમકારે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી. 
આજ છોડી સર્વ મોહ-માયા,  
મન મળ્યું રસિક પ્રીતમ મોહનમાં, 
નાચવાને થનગનવા લાગ્યું દલડું મારૂ,
વાસલડી ના સૂરે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.     
 
માધવી આશરા

Read More

શકી નહીં  
થઈ હતી સાંજને વિસરી શકી નહીં,
થઈ હતી સવાર ને જાગી શકી નહીં. 
આજ જેને યાદ કરતી હતી,
આવી એ દ્રારે ને હું નીરખી શકી નહીં.
યાદો નો જે અંબાર હતી તસ્વીર તારી,
રૂબરૂ થઈ પણ હું સ્પર્શી શકી નહીં.
હેત હૈયા ના તુજ ને કહું છું દિલબર,
પાસે આવ્યા ને તમને ચૂમી શકી નહીં.
વાત હતી આ પ્રેમની સાહેબ,
વિરહના ગીત હું ગાઈ શકી નહીં. 

માધવી આશરા

Read More

My paper present in National seminaar -patan on 14 march 2018