Quotes by Lakum Darshna in Bitesapp read free

Lakum Darshna

Lakum Darshna

@lakumdarshna7619
(6)

ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !

દરિયાની મજધારમાં એક આપણને ડુબાડે
ને બીજો હાથ ખેંચી તરતાં શીખવાડે,
                               ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !

રોજ સાંજે અંધારું આવી કાળો રંગ લગાડે
ને સવારે સૂરજ કાનમાં ફૂક મારી જગાડે,
                               ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !

ઢળી ગયા હોઈએ દુઃખનાં પહાડ ઉપાડી- ઉપાડી
કોઈ પરાણે ઊભા કરે હાથ પકડી - પકડી,
                                ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !

વાર્યા હોય આપણાં તન મન જેનાં પર જિંદગી આખી
ને એ આવી વાતો કરે આપણાં હૃદય પર માથું રાખી,
                                 ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !

જે મર્યા પછી પણ આપણને જીવવાની આશ લગાડે
મરી ગયા હોઈએ દુનિયાની નજરે છતાં કોઈ આપણને જીવાડે,
                                   ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !

કહેવું ઘણું હોય આપણે પણ કોઈ કહેવા ન દે
પણ જ્યારે જવું હોય દુનિયાથી દૂર તો જવા પણ ન દે,
                                     ત્યારે જિંદગી કઈક જીવવા જેવી લાગે !
                                       
@દર્શના લકુમ

-Lakum Darshna

Read More

-

तुम्हारे बिना भी हम जी लेगे अपनी जिंदगी ,
अक्सर ऐसा कहेने वाले फिर मिलने की क्यों करते हैं बंदगी ?

-Lakum Darshna

इतना भी क्या वो हमसे रूठ गए की ,
उसके लिए उन्होने आखरी दुआ भी नहीं करने दी!

-Lakum Darshna

उन रास्तों का क्या नाम देना जिसमें मिलना मुमकिन ना हो,
ऐसी दस्तानों को क्या कहेना जिसमें दर्दो का नमकीन ना हो।

-Lakum Darshna

Read More

જ્યાં વાત માને ત્યાં વાત મનાવવાની હોય ,
બાકી જ્યાં શબ્દો પણ ન સમજે ત્યાં શું વાત કરવાની હોય .!

-Lakum Darshna

હાઈકુ

રાત સૂકી છે,
જીવનમાં દરેક ક્ષણ
અશ્રુભીની છે..

-Lakum Darshna

એક બાજુ પરિવાર ના સભ્યો ના જીવ બચાવવા લાઈન માં ઊભા છે તો
બીજી બાજુ પરિવાર ના સભ્યો ને અગ્નિદાહ આપવા લાઈન માં ઊભા છે...
🙏🙏🙏

-L.D

Read More

हमे नहीं गुजरना उन गलियों से जहां कभी तेरे निशान हुआ करते थे ,

दिल के हर एक आशियाने टूट गए जो कभी तेरे नाम हुआ करते थे ।

-Lakum Darshna

Read More