Quotes by Jatin Lad in Bitesapp read free

Jatin Lad

Jatin Lad

@ladjatinrocketmailco


સમીસાંજનું એ દ્રશ્ય જોઈ
સાચે જ "હું" તો

દ્વિધામાં મુકાઇ ગયો.....
કે કોણ વધું સુંદર છે....???

બહાર બગીચામાં
પીંછા ફેલાવીને કળા કરતો
એ મોર...???? કે પછી...

રંગબેરંગી સાડી માં સજ્જ થઈને બેઠેલી ... "તું" ...!
#દ્રશ્ય

Read More

વરસાદનો થતો તને સ્પર્શ એ દ્રશ્ય નિહારવું ખુબ જ ગમે છે,

પણ

મારી બદલે વરસાદ તને ભીંજવે છે એ વાત મારા દિલ થોડીક ખટકે છે .
#દ્રશ્ય

Read More

અધૂરા પ્રેમ નુ પણ ભાગાકાર જેવુ છે. .....

ક્યારેક દાખલો પતી જાય તો પણ શેષ વધતી હોય છે!!
#દાખલો

હું હતો ગણિતનો સાવ સરળ દાખલો...
પણ "અથવા" માં રહી ગયો...

#દાખલો

કિનારાને ક્યાં ખબર હતી કે મોજા કઈ ગતિ થી આવે છે. બસ કિનારાની જીદ જ એવી હતી કે આવનારી પરિસ્થિતિમાં બાથ ભીડીને પડકારને આશ્વાસન આપવું..




#ગતિ

Read More

🇮🇳 સલામ 🇮🇳
#સલામ

'હૃદયના ભાવથી તને જ પ્રેમ કરું છું,
બસ આમ જ ચુપ રહીને પણ
તારી જ વાત કરું છું.
પામવી તો મુશ્કેલ છે તને પણ
છતાંય ઈન્તઝાર તો તારો જ કરું છું.
#મુશ્કેલ

Read More

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચારી જોયુ...પરંતુ અફસોસ...

માણસનું અભિમાન, ઘમંડ, હોદ્દો, માન, મોભ્ભો, ઈજ્જત, બ્રાન્ડેડ વસ્તુ, દોલત, ક્યાંય મળ્યા નહીં.

જે માણસ જીવનભર સાથે લઈને ફરતો હતો.

Read More

એક તો લાભ પાંચમને,
પાછી તું અને તારી લાલ સાડી,
બસ પછી ચોઘડિયું શુ જોવું,
મારે તો મહુર્ત જ મહુર્ત....
#લાભ

એ મને લાભ શુભના ચોઘડીયા જેમ ફળે છે, હું ઘરેથી નીકળું અને એ રસ્તામાં સામે મળે છે.
#લાભ

Read More