Quotes by Krishna jikadra in Bitesapp read free

Krishna jikadra

Krishna jikadra

@krishnajikadra


          “વર્તમાનને પળમાં સ્વીકાર્યા “

લાગે છે તમે કોઈ વ્યક્તિમાં ઊંડા નથી ઉતર્યા,
તેથી બહારના પ્રતિભાવને જ મનમાં ચીતર્યા.
             લાગે છે મારા વ્યક્તિત્વમાં ભાન તમે ભૂલ્યા,
             તેથી અંદરના પ્રતિબિંબને નજીકથી જાણ્યા.
લાગે છે  મારી વક્રોક્તિમાં ભૂલા તમે પડ્યા,
તેથી જ  અજાણતામાં અમને તમે ભૂસ્યા.
             લાગે છે અંતરપટના દ્વારા ધીમેથી તમે ખોલ્યા,
             તેથી જ તેના તાળા હળવેથી અમે ઉધાડ્યા.
લાગે છે અંધારી ઓરડીમાં તમે પ્રગટ્યા,
તેથી જ ચંટ્રની શીતળતામા ઉમટયા.
              લાગે છે તમારા પોતાનામાં જ તમે રમ્યા,
               તેથી બીજાને તમારા ખોળામાં હસાવ્યા.
લાગે છે ભૂતકાળને તમે હળવેથી વલોવ્યા,
તેથી જ તમે વર્તમાનને પળમાં સ્વીકાર્યા.
                                  ~ક્રિષ્ના જિકાદરા

Read More

મને રીંછાવવાનું બહુ ગમે,
જયારે તને, મને મનાવવાનું ગમે.