Quotes by Kirit Cholera in Bitesapp read free

Kirit Cholera

Kirit Cholera

@kiritcholera6090


1-I am the "best".2,I can do it.3,I am a"winner"4,"GOD" is always with me.5, Today is my "DAY".

-Kirit Cholera

"મુસ્કુરાતી જીંદગાની ચાહિએ, જીવનમે એસી રવાની ચાહિએ,સારી દુનિયા અપની હો સકતી હૈ,બસ ઉસ"ભગવાન"કી મહેરબાની હોની ચાહીયે.

-Kirit Cholera

Read More

"કોઈ વ્યક્તિમાં અનેક ગુણો હોય,પણ માત્ર એક જ અવગુણ, એક જ દોષ હોય તો એના બધા જ સદગુણો નિરર્થક બની જાય છે, કારણ કે એના ગુણો નહિ,એનો પેલો એકમાત્ર અવગુણ-દોષ જ લોકો ને નજરે ચડી જાય છે એને કારણે જ તે બદનામીને પાત્ર બને છે".શુભ સવાર

-Kirit Cholera

Read More

"કોઈ પણ વ્યક્તિ પર અતિશય જવાબદારી લાદવાથી,તે શ્રમિત અને હતોત્સાહી બની જાય છે પરિણામે તેને સોંપાયેલ કાર્ય ક્યાં તો વિલંબમાં પડે છે કે ક્યાં તો નિષ્ફળતામાં પરિણમે છે".શુભ સવાર

-Kirit Cholera

Read More

"જેમ માછિમાર, માછલી 🐟 મેળવવા માટે,સંકટની પરવા કરતો નથી અને જળમાં ડૂબકી લગાવે છે તેમ ઉત્સાહી મનુષ્યો સંકટ નો સામનો કરીને સફળતા મેળવી ને જ જંપે છે,એ લોકો સફળતા જ પોતાનું ભાગ્ય સમજે છે અને તેની રક્ષા કરે છે.શુભ સવાર

-Kirit Cholera

Read More

"સદકાર્યો કરવા અને પોતાના કર્તવ્યને નિષ્ઠા પૂર્વક કરવું એને ધર્મ કહે છે,આ ગુણ જ મનુષ્યનો સાચો મિત્ર છે અને તે એને બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ આવે પ્રતિકુળમા સર્વ પ્રકારની સહાયતા કરે છે".શુભ સવાર

-Kirit Cholera

Read More

જેમ માથા પર ધારણ કરેલ અગ્નિ, પોતાના દાહક સ્વભાવના કારણે, પોતાના પર આધારિત ને દઝાડે છે તેમ દુર્જન મનુ‌‌ષ્ય પોતાના પર ઉપકાર કરનારને પીડા આપે છે,જેમ અગ્નિની શમી શકે છે,પણ શીતળ નથી બની શકતી,એ જ રીતે નીચ મનુષ્ય પોતાની નીચતા છોડી શકતો નથી.

-Kirit Cholera

Read More

"કોઈ સ્વાર્થી વ્યક્તિ જ્યારે વારંવાર નમીને તમને માન આપે ત્યારે સમજી લેવું જોઇએ કે તે કાં તો તમને મૂર્ખ બનાવે છે કાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માંગે છે, સ્વાર્થી અને શત્રુની નમ્રતા વીશ્વાસયોગ્ય નથી હોતી, આથી તેનાથી ચેતતા રહેવું જોઈએ". શુભ સવાર

-Kirit Cholera

Read More

"કોઈ વ્યક્તિમા એકાદ સાધારણ દોષ હોય તો પણ તેને કારણે એના અન્ય સદગુણોની ઉપેક્ષા ના કરાવી જોઈએ, આપણે જેને "દોષ" અને "અવગુણ"સમજીએ છીએ એ કદાચ આપણી ભૂલ પણ હોઇ શકે".શુભ સવાર.

-Kirit Cholera

Read More

"અપરાધીને સજા કરવી એ કોઈ પણ નો ધર્મ છે,પણ નિર્દોષને સજા કરી, ન્યાયની હત્યા કરવી એ સમાજ માટે હાનીકારક છે,આથી ક્ષમાને યોગ્ય પાત્રને ક્ષમા બક્ષવી એ હર કોઈ નું અનિવાર્ય કર્તવ્ય છે".શુભ સવાર.

-Kirit Cholera

Read More