Quotes by Kiran Sarvaiya in Bitesapp read free

Kiran Sarvaiya

Kiran Sarvaiya Matrubharti Verified

@kiransarvaiya3368
(1k)

કોને કહું વેદના હું મારી,
પોતાના હતાં એ પારકાં થઈને ગયાં.

દિલ તોડીને ગયાં ને મોં ફેરવીને ગયાં,
એ બેદર્દી છાતીમાં આગ લગાવીને ગયાં.

જોતી બેસી રહી હું વાટ એમની,
એ પાછાં ન આવવાનાં સોગંદ ખાઈને ગયાં.

ગયાં એ તો એમને જાણ સુદ્ધાં નથી
કે સાથે મારો જીવ લઈને ગયાં.

કોને કહું વેદના હું મારી,
પોતાના હતાં એ પારકાં થઈને ગયાં.

Read More

તારાથી દૂર થઈને જઈશ પણ ક્યાં
સુકુન તો તારી સાથે જ છે.
લાખો નિરાશામાં છુપાયેલી
એક અમર આશ તારી સાથે જ છે.
દરિયા ભરીને દુઃખની સામે
એક નાની એવી ખુશી તારી સાથે જ છે.
પહાડ જેવા ગુસ્સાની સામે
એક શાંતિની પળ તારી સાથે જ છે.
હવે તું જ કહે
તારાથી દૂર થઈને જઈશ પણ ક્યાં
સુકુન તો તારી સાથે જ છે.

Read More

પરોઢિયે પાંદડાં પર બાઝેલ ઝાકળની બુંદ છે તું,
અવિરત વહેતાં ઝરણાંની ઉછળતી છોળ છે તું,
કાળી અંધારી રાતે ચમકતો સિતારો છે તું,
કાગળ પર સચવાયેલો મારો પ્રેમપત્ર છે તું,
મારાં પગમાં શોભતી પાયલની મીઠી રણકાર છે તું,
બગીચામાં ઊગેલાં મોગરાની મઘમાતી સોડમ છે તું,
જગથીયે સોહામણો, એ દિલદાર મારો પ્રેમ છે તું...
🖤🧡

Read More

બધાં કહે છે પાગલ છું હું,
વરસાદ જોતાં જ પલળવા નીકળી જાઉં છું હું,
ખીલતા ફૂલો જોઈને ખીલવા લાગું છું હું,
રમતાં બાળકોને જોઈને
તેમની સાથે રમવા લાગી જાઉં છું હું,
ઊડતાં પંખીઓ જોઈને
ઉડવાના સપના જોવા લાગી જાઉં છું હું,
બધાં સાચું જ કહે છે પાગલ છું હું.
😜😜

Read More

જ્યારે એમણે શબ્દોમાં વાત કહી ત્યારે સમજી નહીં ને હવે એમનું મૌન સમજવાની કોશિશ કરી રહી છું..

-Kiran Sarvaiya

યત્રાભ્યાગવદાનમાન ચરણં પ્રક્ષાલનં ભોજનં।
સત્સેવા પિતૃદેવાર્વાચનં વિધિ: સત્યંગવામ્ પાલનં।।
ધાન્યા નામપિ સંગ્રહો ન કલહશ્ચિતા તૃરૂપા પ્રિયા।
દ્રષ્ટા પ્રહા હરિ વસામિ કમલા તસ્મિન્ ગૃહે નિશ્ચલા।।

અર્થાત:-
જ્યાં મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં આવે છે, તેમને ભોજન કરાવવામાં આવે છે, જ્યાં સજ્જનોની સેવા કરવામાં આવે છે, જ્યાં હંમેશા શ્રધ્ધાથી ભગવાનની પૂજા તથા અન્ય ધર્મકાર્ય થાય છે, જ્યાં સત્યનું પાલન કરવામાં આવે છે, જ્યાં ખોટું કાર્ય થતું નથી, જ્યાં ગાયોનું રક્ષણ કરવામાં આવે છે, જ્યાં દાન આપવા માટે જ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યાં કલહ થતો નથી, જ્યાં પત્ની સંતોષી અને વિનયી હોય છે, એવી જગ્યાએ હું (મહાલક્ષ્મી) હંમેશા નિશ્ચલ રહું છું. બાકીની જગ્યાએ હું (મહાલક્ષ્મી) ક્યારેક જ દ્રષ્ટિ કરું છું.

ૐ મહાલક્ષ્મૈ નમઃ।

Read More

યા હોમ કરીને પડો

સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

કેટલાંક કર્મો વિષે ઢીલ નવ ચાલે
શંકા ભય તો બહુ રોજ હામને ખાળે
હજુ સમય નથી આવિયો કહી દિન ગાળે
જન બહાનું કરે નવ સરે અર્થ કો કાળે
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને
તે પરશુરામ પરસિદ્ધ રહ્યો નિજ વચને
સાહસે ઈન્દ્રજિત શૂર હણ્યો લક્ષ્મણે
સાહસે વીર વિક્રમ જગત સહુ ભણે
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં
સાહસે સ્કોટે દેવું રે વાળ્યું જોતામાં
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

સાહસે જ્ઞાતિના બંધ કાપી ઝટ નાખો
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો
સાહસે કરો વેપાર જમે સહુ લાખો
સાહસે તજી પાખંડ બ્રહ્મરસ ચાખો
સાહસે નર્મદા દેશદુઃખ સહુ ભાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

-નર્મદ

Read More

❤️

🙏