Quotes by Kirankumar Bhati in Bitesapp read free

Kirankumar Bhati

Kirankumar Bhati

@kirankumarbhati1372
(12)

એક ગઝલ

● પછી બીજું શું જોઈએ ..!? ●

ઢળતી મળશે રાત પછી બીજું શું જોઈએ..!?
હું છું તારે સાથ પછી બીજું શું જોઈએ..!?

દરિયો , નાવ , હલેશું ને'ઉઠતાં એ તોફાનો
નહિ છોડું હું હાથ પછી બીજું શું જોઈએ..!?

તારા જીવનના મખમલ પર પ્રેમ ચિતર્યો છે
ચિતરી નોખી ભાત પછી બીજું શું જોઈએ..!?

તારા સાથ વગર મારાથી જીવાતું જ નથી
પ્રેમ થયો છે ગાઢ પછી બીજું શું જોઈએ..!?

- કિરણ ભાટી ( મધુરસી )

Read More

મુક્તક :- 1

આપની યાદ ખોલી છે એકાંતમાં
મ્હેકથી જાત ડોલી છે એકાંતમાં.
રાખજો આપ પણ કાબુમાં જાતને
કો'કની યાદ બોલી છે એકાંત માં

કિરણ ભાટી ( મધુરસી )

Read More