Quotes by Kirangi Desai in Bitesapp read free

Kirangi Desai

Kirangi Desai

@kirangidesai4399
(142)

માણસ માણસ વચ્ચે અંતર તો ક્યારનુંય હતું, પણ આ કોરોના એ બધું પોતાના માથે લઇ લીધું.

ક્યાં અલ્પવિરામ અને ક્યાં પૂર્ણવિરામ મૂકવું એ આવડી જાય તો આ જીંદગી ના ઘણાં કોયડા ઉકેલાઈ જાય.👍

Tujhko behtar banane ki Koshish me tujhe waqt nahi de pa rahe hai hum,

Maaf Karna ae Zindagi tujhe ji Nahi paa rahe hai hum🙏

દરેક જૂની મુલાકાતના સંભારણા હેતથી વાગોળી લેજો..!કોણ જાણે કઈ મુલાકાત આખરી સાબીત થાય..!

#મુલાકાત

પોતાને પૂર્ણ સમજનારો માણસ આજે ઘર માંજ કેદ થયો.
ખુદને ખુદા માનનાર આજે એ ખુદથીજ દૂર થયો.
પળે પળે રંગ બદલતી કુદરત સામે બાથ ભીડીને આજે એ સંપૂર્ણ બેરંગ થયો.
પોતાનાઓને હરીફ સમજનાર એ પોતાનાઓની સાથેજ કેદ થયો..!!
#પૂર્ણ

Read More

પિંજરે પુરાવાની વેદના શું હોય એ તું પણ બરાબર જાણી લે ઓ માનવ..!!
એક એક દાણા માટેના વલખા શું હોય એ તું પણ બરાબર સમજી લે ઓ માનવ.!!
આજ છીએ ને કાલની ખબર નહીં આજ પળ માં મન મૂકીને કલરવ કરીલે ઓ માનવ..!!
#બરાબર

Read More

કંઈ ખાસ નહતા એ સંબંધ, મેંજ યાદ કરી કરીને ખાસ બનાવ્યા હતા.
મતલબી દુનિયાનાં મતલબી સંબંધોને મેંજ તો આંખો પર સજાવ્યા હતા.
બદલાતા સમય, સંજોગ અને સંબંધને કદાચ મેંજ જકડીને રાખ્યા હતા.
#સંબંધ

Read More

સંબંધોમાં ભૌતિક અંતર ચાહે ગમે તેટલું હોય,પણ માનસિક અંતર ના હોવું જોઈએ..!!
સંબંધોનું ખરું પતન તો મનભેદથી થતું હોય છે, મતભેદથી નહીં..!!
#અંતર

Read More

રોજે રોજ જીવનમાં રંગ બદલતા લોકો પૂછે છે - બોલ, કયા રંગે રંગુ તને..!🙏
#જીવન