Quotes by Kinar Rana in Bitesapp read free

Kinar Rana

Kinar Rana

@kinarrana1369


@kinar

હાથતાળી રમતાં રમતાં,
હાથતાળી દઈ જતું રહ્યું,
ત્યારે હવે છેક સમજાયું
જીવવા જેવું તો જતું રહ્યું!
@Kinar

Read More

જો તમે જ તમારા અભિપ્રાયમાં મક્કમ નથી,
તો બીજાં તમારો વિશ્વાસ કેવી રીતે કરશે?

@Kinar

ભૂમિ કે ભાગ્ય,
સિધ્ધાંત છે એક જ
વાવો તે લણો



@kinar

સપનાઓ અલગ છે ને વાસ્તવિકતા અલગ છે,
એ જિંદગી, આપણે તો રોજ એપ્રિલફૂલ ડે છે!

@Kinar

આજ થયું ચાલને માંડું સંબંધોના સરવૈયા,
લેખાં જોખાં મેં પણ માંડવા શરૂ કર્યા,
એકબાજુ ઉધાર માંડી,બીજી બાજુ જમા,
થોડી ક્ષણોમાં સમજ પડી, ન હોય ઝેરનાં પારખાં!
@kinar

Read More

ભડભડતી હોળીમાં સ્વાહા કર્યો 'હું'
ત્યાંતો થવા લાગ્યું જીવન ગુલાલ!
અમથો જ એક આવી ગયો વિચાર,
એટલે જ હોળી પછી ધુળેટીનો તહેવાર?
@kinar

Read More

સ્વાહા કર્યો 'હું'
પ્રજ્વલિત હોળીમાં,
રંગ ગુલાલ
@Kinar