Quotes by Keyur Parmar Broadway in Bitesapp read free

Keyur Parmar Broadway

Keyur Parmar Broadway

@keyur9571


વાંચન કરતાં સમજણ,
સમજણ કરતાં અનુસરણ
અને.....
અનુસરણ કરતાં
આચરણ વધુ મહત્વ નું છે.

-Keyur Parmar Broadway

પ્રામાણિકતા રાખવી એ કોઈ ના ઉપર ઉપકાર નથી.

પણ પોતાના હિત ની એક શ્રેષ્ઠ વિચારધારા છે.

-Keyur Parmar Broadway

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના
ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને
વાતનું વજન વધી જાય..!!!

-Keyur Parmar Broadway

Read More

જિંદગી પ્રપોઝ કરતી જ રહે છે,નાની નાની ખુશીઓ થકી આપણે જ એનું પ્રપોઝલ સ્વીકારતા નથી
અને..
દોડતા રહીએ છીએ મોટી મોટી ખુશીઓની પાછળ.

-Keyur Parmar Broadway

Read More

બહુ સાચવીને ચાલવું પડે છે
“જીવનમાં”

એક ત્રાજવા ની જેમ,
એક તરફ લાગણી હોય છે
તો બીજી તરફ ફરજો હોય છે.

-Keyur Parmar Broadway

Read More

કળિયુગનું સત્ય :

જે સમજે એને બધા સમજાવે છે,

બાકી જે ના જ સમજે એની સાથે બધા એડજસ્ટ થઈ જાય છે !!!

-Keyur Parmar Broadway

જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય તેની વિચારધારા એવી હોય કે,

“મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,
મને મળેલું સુખ બધાને મળે."

-Keyur Parmar Broadway

Read More

કોડિયું છું દિવેટ સાથેનું...એક તણખો ઉધાર માંગુ છું,

તણખો જો ઉધાર મળી જાય તો...વ્યાજ સાથે પ્રકાશ પાછો આપુ છું!!!

-Keyur Parmar Broadway

Read More

અત્તર થી કપડા મેહેકાવવા એ કોઈ મોટી વાત નથી.
સાહેબ, મજા તો ત્યારે આવે..
જયારે સુગંધ તમારા વ્યવહાર માંથી આવે.

-Keyur Parmar Broadway

Read More

સોબત જો સારી વ્યક્તિ ની થાય તો, માણસ ની ખોટી આદતો પણ બદલાઇ જાય છે.

સોય🪡 માત્ર ચુભવાનુ કાર્ય કરે છે.. પણ,દોરાનો🧵 સાથ મળતાં જ..

જોડવાનું કાર્ય કરવા લાગી જાય છે..

Read More