Quotes by Ketan Panchal in Bitesapp read free

Ketan Panchal

Ketan Panchal

@ketpanchal


તારી યાદને આદત
પડી ગયી,
 રોજ મારી પાસે
આવવાની... 

નહીતર મને ક્યા
આદત હતી,
 રોજ તને યાદ
કરવાની...

તારા વગરની સાંજ છે ને
સન્નાટાનો શોર ...
અંતરમાં ઉનાળો ને આંખે
ચોમાસુ ઘનઘોર ...

"ક્યારેક અનંત વળી ક્યારેક શૂન્ય માત્રમાં,

કહાની મારી એક ને હું જીવું છું કેટલાય પાત્રમાં"

"લાગણીની લગની જ્યારે વધારે લાગી જાય છે સાહેબ,
ત્યારે હૃદયનું વાતાવરણ આપો આપ પલટાઇ જાય છે."

સંબધોની શાળા જો ટકાવી રાખવી હોય ને તો,

ગણિત વિષય કાચો હોવો ખુબ જ જરુરી છે.

સ્મશાનની રાખ ચારણીમાં વારંવાર નાખીને ચાળીને જોયુ...પરંતુ અફસોસ...

માણસનું અભિમાન, ઘમંડ, હોદ્દો, માન, મોભ્ભો, ઈજ્જત, બ્રાન્ડેડ વસ્તુ, દોલત, ક્યાંય મળ્યા નહીં.

જે માણસ જીવનભર સાથે લઈને ફરતો હતો.

Read More