Quotes by KAUSHIK PATEL in Bitesapp read free

KAUSHIK PATEL

KAUSHIK PATEL

@kaushikpatelkaushikboda.105gmail.com134627


તમે શું મળ્યાં કૌશિક,,,,,
કે બધા એ સંબંધ તોડી નાખ્યાં,!!
કાળા વાદળો જોયા ને
ભરેલા માટલા ફોડી નાખ્યાં..!

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

શિખામણ હંમેશા નરમ ભાષામાં સારી લાગે,

દરવાજે ટકોર કરવાનો મતલબ દરવાજો ખોલવાનો હોય છે,તોડવાનો નહીં...!!

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

પ્રેમની કોઈ દિવસ કિંમત થાય નહીં,
નજીક કે દૂરથી કોઈને સમજાય નહીં,
સ્નેહના દરિયામાં ડૂબો તો ખબર પડે,
એમ કિનારે રહી હૈયું ભીંજાય નહીં...

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

•કફન•
એટલા માટે સફેદ હોઈ છે,
કારણ કે
જીવન ના રંગ મંચ ના બધા રંગો
પુરા થઇ ગયા હોઈ છે

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

દુઃખ માં તમારી એક આંગળી આંસુ લૂછે છે,
અને
સુખ માં દસેય આંગળીઓ તાળી વગાડે છે.

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે,
તો દુનિયાથી અપેક્ષાઓ કેમ..??

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

રાખે છે મારાં હૈયાં પર માથું,
અને એ શાંતિ થી પોઢી ( સૂઈ) જાય છે.

ખલેલ નાં પોહચે એની નીંદર માં,
બસ એજ વિચારે મારી ધડકન રોકાઈ જાય છે.

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

કોઈ નિર્દોષ નથી અહીં બધાના પોતાના રહસ્યો હોય છે

કોઈ ના છુપાઈ જાય છે

કોઈ ના છપાઈ જાય છે.......

•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

"દરિયો હોય કે પછી રણ હોય...,
માત્ર ને માત્ર એનું જ સ્મરણ હોય..,
લાખ કરો પ્રયત્ન છતા પણ ના ભુલાય..,
દરેકની જીંદગીમાં એવું એક તો જણ હોય.."
•કૌશિક પટેલ•

-KAUSHIK PATEL

Read More

લાગણીને કદી કાયદો હોય.... ??
વ્હાલનો તે વળી વાયદો હોય .... ??
માંગવું, તોલવું કાંઈ ન આવે, એજ સંબંધ અલાયદો હોય.

-KAUSHIK PATEL

Read More

જીવનમાં એટલા વ્યસ્ત બની જાવ કે

દુઃખ, પસ્તાવો,નફરત માટે ટાઈમ ન રહે

એક વાતને જીવનમાં યાદ રાખો જો

શાંતિથી બેસનાર જ વધુ દુઃખી હોય છે

-KAUSHIK PATEL

Read More