Quotes by Kaushik Parmar in Bitesapp read free

Kaushik Parmar

Kaushik Parmar

@kaushik1687


ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી ને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું ફરતાં જંગી ઝાડ,

ચોપી તેમાં શેલડી વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,

મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,

વાઘ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,

બાવળનાં નથ બૂતડી તુરત કરી તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,

સાધન સૌ ભેળું થવા તવા તાવડા ઠામ.

પટલાણી પેંખી રહી પટેલ કેરી વાટ,

રોંઢા વેળા ગ‍ઇ વહી પડતું ટાઢું ભાત.

કહે મા, ‘મીઠી! લે હવે ભાત આપું,

કીકો લાવ મારી કને, જા તું બાપુ;

હજી ઘેર આતા નથી તુજ આવ્યા;

ભૂખ્યા એ હશે વાઢ કામે થાક્યા’.

‘ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા,

દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા?

મીઠી કેળશી શેલડી તો ખવાશે,

દીઠી છે ટૂંકી વાટ જલદી જવાશે’.

વહી જાય છે વેગમાં ફાવી ભરતી ફાળ,

ગણે ન કાંટાકાંકરા દોડે જ્યમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,

સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,

એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,

થપાટ પાછળથી પડી બાળા થ‍ઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,

મીઠી બાળા મોતનાં પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ!

વૃક્ષ ઊભાં વીલા બધાં! સૂની બની સૌ વાટ!

સાંઝ વહી સૂનકારમાં ઓઢીને અ‍ન્ધાર :

રાત પડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોંચી ઘર પાંચો કરે ‘મીઠી!’ ‘મીઠી!’ સાદ;

‘મારે તો મોડું થયું રોંઢો ન રહ્યો યાદ.’

પટલાણી આવી કહે, ‘મેલી છે મેં ભાત,

મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’

‘મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,

કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ.’

બની ગયાં એ બાવરાં બન્ને મા ને બાપ,

ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સન્તાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,

ઝાંખાં સર્વે ઝાડવાં દારુણ જાગે દુ:ખ.

‘મીઠી! મીઠી!’ પાડતાં બૂમ ઘણી માબાપ,

જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ;

તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી – હશે સીમામાં શ્વાન;

મીઠી કાં મેલી ગઈ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય;

મીઠી કેરી ઓઢણી – પોકે પોકે રોય.

હા મીઠી, તું ક્યાં ગઈ? આ શું? – ઝમે રુધિર !

ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર.

નીરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ;

‘મીઠી મીઠી’ નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,

તોપણ દેખા દે કદી મીઠી માથે ભાત.

~ વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર અવસત્થી

Read More

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન,

એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

Read More

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,

કહ્યું કાંઇ ને સ્મજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું,

ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

Read More

આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય?

ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.

અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે?

Read More

mehfil se ham badi jaldi ruksat le lete hai,
kyu ki waha pe logo ki bajay dikhave pe jyada gaur farmaya jata hai.....kaushik

નીયતિ અને મારે લડાઈ ચાલ્યા જ કરે છે,
કયારેક હું જીતુ કયારેક એ,
એ પણ હાર નથી માનતી ને હું પણ નહીં....jsk

બુદ્ધિ રહેશો તો જવાબ વગરના ઊખાણા છી,
સ્નેહ થી રહેશો તો શૂન્ય સમા ઓશિયાળા છી...k

વિશ્વાસ એ બહુ કિંમતી અશકયામત છે,
શબ્દો મા મોહી ને કયારેય ન કરવો જોઈએ,
શબ્દો તો માયા છે......k

મારી ખામી મનેજ કહેવી આપણી બીજી કોઈ શાખા નથી.....k

ગુરુ આજ્ઞા શીરોધાયૅ રેશે, કડવી હોય કે મીઠી, માન્ય રેશે....jsk