Quotes by PUROHIT KAMLESH JASMIN in Bitesapp read free

PUROHIT KAMLESH JASMIN

PUROHIT KAMLESH JASMIN

@kamleshpurohit.141070


ભુલ


ભુલ તૌ બસ નાની જ હતી,
પણ 'શબ્દ' ભુલ જ કહેવાયો.


વિચારું તૌ 'ખ્યાલ' આવે છે,
વાંક તૌ મારો જ હતો.


સજા પણ એવી મળી કે,
'લાયક' હુ પણ ન હતો.


બોલવાની 'હિમ્મત' તૌ નહોતી,
પણ કેમ જાણે લખાઈ ગયુ.


સમજાવવું પણ હવે 'મુશ્કેલ' હતુ,
જાણે સમજવા તૈયાર જ નથી.


'હાર' તૌ અમે પણ માની લીધી,
પણ કોણ જાણે હવે કોઈ સ્થાન નથી.


પ્રયત્નો તૌ કર્યા પછી,
પણ એ 'દિલ' ને તેની અસર જ નથી.


હવે થયુ હુ કોને સમજાવી રહ્યો,
જે દિલ મા 'નફરત' સિવાય સ્થાન જ નથી.


કમલેશ પુરોહિત "જસ્મીન"
૭૩૫૯૫૧૪૫૬૯
મેવાડા

Read More

માનવતા ની મીઠાશ

એ દિવસે, જરાક હુ વહેલો જાગ્યો.મને ખબર હતી કે, ડીસાથી ભુજ ની ટ્રેન બપોરના બાર વાગ્યે નીકળશે. આગળના દિવસ નો થાક વધું હોવાથી શરીરમાં થાક હજી પણ અનુભવી રહ્યો હતો.
લાવને થોડો આડો થઈ જાઉ.આડો થવા જ ગ્યો,ત્યાં તૌ બારણું ખખડ્યૂ'મમ્મી એ કહ્યુ,મંદિરે જઈ આવ.હુ નહાઈ ને મંદિરે પહોંચ્યો"પણ ત્યાં જ સામી એમ્બ્યુલન્સ મળી.મંદિરે જવાને બદલે મનોમન એમ્બ્યુલન્સ ની અંદર બીમાર માણસ ની સલામતી ની પ્રાથના કરી પાછો ફર્યો.જમીને હુ રવાના થયો ડીસા તરફ......ટ્રેન ને હજી કલાકેક વાર હતી;
મુસાફરીમાં કંટાળો નાં આવે તેં માટે મારી આંખો એક સાથી ને શોધી રહી હતી_ ત્યાં જ અચાનક એક બહેને પુછ્યું,ભુજ ની ટ્રેન ને કેટલી વાર છે ભૈ?ત્યાં જ હુ ખુશ થઈ ગ્યો.સાથી મળી ગયી. બહેન આશરે ત્રીસેક વર્ષ નાં હશે.
સાડા બાર વાગ્યે ટ્રેન ડીસા થી ઉપડી, અમે ખાલી સીટ જોઈને ગોઠવાઈ ગયા.ભુજ હુ પરીક્ષા આપવા માટે જઇ રહ્યો હતો..બહેન સ્વભાવે રમુજી હતાં..ઘણી વાતો કરી,ખબર નાં પડી ક્યારે ભુજ ની નજીક આવી ગયા;થોડીક વાતો કરી હુ જુના ગીતો સંભાળવા બેઠો,પછી થોડુંક વાંચી સુઈ ગ્યો...
ટ્રેન છેક ભુજ સુધી જતી નહોતી.એક સ્ટેશને અમે ઉતાર્યા.(નામ યાદ નહીં)હવે અમારે બસ પકડવાની હતી ભુજ ની...

બસ પકડતા પહેલા પેટમાં આંતરડા નો અવાજ આવતો હતો,માટે હોટેલ શોધવાની જરૂર હતી.આખરે એક હોટેલ મળી; જમવામાં બાફેલા બટાટા નું શાક,કાચી-પાકી રોટલી.મસાલો જાણે ફ્રી મા વેચાતો હોય એટલો નાખેલો...ભુખ ઘણી લાગી હતી પણ ભોજન જોઇ ને આંતરડા પણ શાંત થઈ ગયા...જમી ને બસ સ્ટેશન થી છેક ભુજ ની બસ પકડી;જગ્યા નો અભાવ હોવાથી છેલ્લી સીટ મળી.. હેરાન થતા થતા આશરે રાત્રે નવ વાગ્યે ભુજ ડેપો એ ઉતાર્યા..હવે આગળ એક મુશ્કેલી નો સામનો કરવાનો હતો,રાત્રે રહેવું ક્યાં?? કોઈ ની ઓળખાણ નહીં,મુંજવણ વધું હતી.પેલા બહેન તૌ તેમનાં સંબંધી ત્યાં જતા રહ્યાં..હવે રહ્યો હુ એકલો!ક્યાં જવું એજ વિચાર વારંવાર હેરાન કરી રહ્યો હતો.ગેસ્ટહાઉસ મળ્યું હોત તૌ સારુ થાત;આખરે મળી જ ગયું.વી.આઈ.પી.ગેસ્ટહાઉસ નામ હતુ,નામ પ્રમાણે જ સુશોભિત હતુ.અંદર જઇને કાઉન્ટર પર રેટ(ભાડું) પુછ્યું;સાંભળીને અચમ્ભો થયો, બે હજાર!!!રાત હવે  બીજા પહોર મા હતી.વિચાર્યું,લાવ બીજે ક્યાંક સસ્તા મા મળી જશે,થોડીક આશા સાથે બીજે ગ્યો...પણ ત્યાં જ આ ભાવ હતો, છેવટે,આખી રાત જાગતા રહેવાનું વિચાર્યું...અને રાત હવે રોડ ની બાજુમાં વીતાવવિ.પણ ઇશ્વર બધાનું વિચારે તેમ મારુ પણ વિચાર્યું...બાજુમાં જ બસસ્ટેશન હતુ,  એક બસ ડ્રાઇવર(જગુભૈ)વાત વાત મા દોસ્તી થઈ ગયી ..અને તેને ઊંઘવા માટે બસ ઉપર ના ભાગ પર ગાદલા ની પથારી કરી દીધી..મનોમન જગુભૈ નો આભાર માન્યો..અનેક વિચારો,થાક સાથે પડતાં ની સાથે જ ઉંઘાઈ ગ્યો..સવાર મા આઠેક વાગ્યે આંખો ખોલી; જગુ ભૈ એક કટિંગ(ચા) લઇ ને આવ્યાં હતાં..સ્વચ્છ થઇ ને ચા પીધી...પરીક્ષા સ્થળ ત્રણેક કિ.મિ.દુર હતુ..જગુ ભૈ એ એક રીક્ષા મા બેસાડી રવાના કર્યો.. જગુ ભૈ ની આંખો મા તેં વખત ની લાગણી ઓ જોઇ ને મારી આંખો મા ઝળઝળિયાં આવી ગયા ___છેવટે હુ પરીક્ષા આપી ઘેર પાછો ફર્યો..જગુ ભૈ ની માનવતાની મીઠાસ હજુ પણ યાદ આવે છે.......

કમલેશ પુરોહિત,
મેવાડા,
7359514569.

Read More

    
                   "હૈયા નું રુદન"

આજે "અજય" આવવાનો છે!!! આશાએ દાદાજી ને કહ્યુ,
દાદાજીએ,ગળગળા થઈ ને હકાર મા માથું હલાવ્યું.. 
આશાનો ફઇ નો છોકરો અજય આજે અમેરિકા થી આવવાનો હતો.તેં એમ.બી.એ કરીને નોકરી માટે અમેરિકા પાંચ વર્ષ પહેલા ગયો હતો. ત્યાં જતા જ એકાદ મહિના ની અંદર સારી એવી નોકરી પણ મળી ગઈ હતી..
અજય નાં કુટુંબ મા કોઈ જ નહોતું, તેં બાળપણ થી જ તેનાં ફઈ ને ત્યાં રહીને મોટો થયો હતો..સ્વભાવે રમુજી,દેખાવે ઘઉંવર્ણો,આંખો થી તૌ બહુ જ સુંદર દેખાતો...
પાંચ વર્ષ થી રોજ એ ટપાલથી જણાવતો કે,આજે આવવાનો છે; આજે આવવાનો છે...પણ અત્યાર સુધી તેની "આજ" થઈ નહોતી. પાંચ દિવસ પહેલા આવેલી ટપાલ પરથી આશા એ અજય આજે આવવાનો છે, તેમ બધાને કહ્યુ,.
દાદાજી ને કોણ જાણે આજે ઉત્સાહ કેમ નહોતો! સવાર થી જ બસ આંખો બંધ કરીને આરામખુરશી મા બેઠા હતાં.
દાદાજી ને અજય બહુ ગમતો.નાનો હતો ત્યાર થી માંડી ને અત્યાર સુધી તેં દાદાજી નાં હાથે જમતો,
આજે કોણ જાણે કેમ દાદાજી સવાર થી જ ઉદાસીન બની ગયા હતાં.
દાદાજી ની એક રોજ ની આદત; તેઓ રોજ સાંજ-સવારે તેમની રૂમ અંદર કબાટ ને ખોલી ને રોજ પાંચ મિનીટ જુએ,અને પછી તાળું મારી ને બહાર આવે.બધાં ને આ કુતુહલ નવાઈ નું લાગતું,આશા રોજ પુછતી,પણ દાદાજી હસીને વાત જવા દેતા.

બધાં તૈયાર થઈ ગયા હતાં.સ્ટેશને અજય ને લેવા જવાનું હતુ....આશા દાદાજી ને બોલાવવા તેમનાં રૂમ તરફ ગયી.દાદાજી આરામખુરસી પરથી ઉઠી ને કબાટ ની અંદર રોજ ની જેમ જોઇ રહ્યાં હતાં..આશા એ ચુપકે થી જોયુ... તૌ આ શુ????
તેનાં મોં માંથી કારમી ચીસ નીકળી ગયી..
તેની આંખો માંથી અશ્રુ ની ધાર છૂટી પડી,જાણે કે તેની પગ નીચેથી જમીન સરકી ગયી હોય!!!!
"કબાટ મા અજય નો ફુલહાર ચડાવેલો ફોટો અને તેની સામે દાદાજી દીવો પ્રગટાવી ને રડી રહ્યાં હતાં".
આશા થી જોર થી રડી લેવાયું..દાદાજી ને વાસ્તવિકતા નો ખ્યાલ આવતાં આશા ને બાથ મા ભરી ને તેઓ પણ રડી ગયા,આટલા વર્ષ નાં દુઃખ ને રડી ને હળવું કર્યું..
કોણ જાણે! આજે આંસુ ઓની સાથે સાથે બે જીવો નાં હૃદય પણ કરુણ રુદન કરી રહ્યાં હતાં...
થોડી વાર પછી દાદાજી એ સ્વસ્થ થઇને હકીકત જણાવી........
અજય નોકરી મળ્યા નાં એક વર્ષ પછી તેં પાછો ફરી રહ્યો હતો,પાછા ફરતી વખતે રેલ્વે અકસ્માત મા તેને જીવ ગુમાવ્યો હતો..
પછી રોજ ની એ ટપાલ પોતે લખીને મુકી આવતાં તેં પણ જણાવ્યું!!પછી રોજ સવાર-સાંજ કબાટ ખોલી ને અજય સામે રડતા હતાં..સમગ્ર વાતો જણાવી એક નિસાસો નાખ્યો!!
આશા નાં ગાલ પર આંસુ ઓ પાણી ની જેમ વહી રહ્યાં હતાં...
થોડી પળો માટે બન્ને હૈયા મૌન રહ્યાં.....


કમલેશ પુરોહિત "જસ્મીન"

Read More