The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . - કવિ દાદ ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી, ગાર્યું કરે ગોરા હાથવાળી; ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો, ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું … ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે, અટૂલી ને ઓશિયાળી; ચૂડિયુંવાળા હાથે છંદાણી તું, સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું … ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી, ન પેનીયું કોઇએ નિહાળી; પદમણી તારી દેયું પંપાળે, હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું … ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે, તારલે રાત્ય અજવાળી; ચાંદની જેમ તને ચારે દશ્યુંએ, ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું … પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ, લજવાણી લાજાળી; ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં, રેખાઉં હરિયાળી……ભીંતડિયું … ‘દાદ’ કરમની દીવાલ ઊઘડી, કોણે નમાવી ડાળી; જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ, વાત્યું છે વીગતાળી… ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી ગાર્યું કરે ગોરા હાથવાળી.
પ્રેમ ની ચુંટણી આવે તો કહેજો મિત્રો, આપણે પણ ફોઁમ ભરવાની ઈચ્છા છે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser