Quotes by Kahani Shah in Bitesapp read free

Kahani Shah

Kahani Shah

@kahanishah123308


ઓ દિલ! સાંભળે છે કે?

આ દિલને લાગી ગયો છે તારા પ્રત્યે રંગ,
ત્યારે જ થશે દિલ શાંત, જ્યારે મળશે તારો સંગ.

બહુ સમજાવ્યું આ દિલને પણ એ ના માન્યું,
ને મારા અને દિલના વચ્ચે ચાલી આખી રાત જંગ.

રોક્યા કરું છું દિલને, કે ના લઈ જઈશ મને એના ઘર સુધી,
પણ માન્યું ક્યાં? દિલ ખરેખર તું છે એક કલાકાર નંગ.

મેં , પ્રેમ ક્યારે પણ જતાવવા માટે નહોતો કર્યો,
આ વાક્ય સાંભળી દિલ થઇ ગયું દંગ.

ચોકી ઉઠી જ્યારે દિલે આપ્યો મને જવાબ,
ચૂપકેથી દિલે કહ્યું, એની સાથે પ્રેમ કરવાનું ન કરીશ તું ભંગ.

અંતે, નિર્ણય એટલો રમણીય આવ્યો મારા અને દિલના વચ્ચે,
દિલે કહ્યું, તું આગળ વધ, હું ફોડી લઈશ આ જંગ!

Read More
epost thumb