Quotes by j.j gadhvi in Bitesapp read free

j.j gadhvi

j.j gadhvi

@jyotikamahedu4gmail.com222027


"ધર્મે રહિત કર્મ નું પરિણામ એટલે દુઃખ,
ધર્મે સહિત કર્મ નું પરિણામ એટલે સુખ."

"ભેગું કરેલું ભોગવાશે કે નહીં એ નક્કી નથી પરંતુ ભેગું કરવા માટે કરેલાં કર્મ જરૂર ભોગવવા પડશે."

સાંભળે તો બધાં છે,
પણ સમજતું કોઈ નથી.
સાથે તો બધાં છે,
પણ પાસે કોઈ નથી.
નજીક તો ઘણાં છે,
પણ ખાસ કોઈ નથી.
દર્દ તો અપાર છે,
પણ દવા કોઈ નથી.
જીંદગી તો મારી છે,
પણ જાણે સારી નથી! ◉⁠‿⁠◉
- j.j.gadhvi

Read More

સત્ય હંમેશા મૌન હોય છે.
- j.j gadhvi

આઈ તારા નૈવેદ્ય ની આગળ તો છપ્પન ભોગ પણ ફીકા લાગે. -j.j gadhvi

હે પ્રભુ હું જે ઈચ્છું છું એ આપ કે ન આપ એના થી કોઈ મતલબ નથી પણ જે મારાં હિત નું છે એ આપજે એવી ઝંખના છે.

ઈશ્વર સર્વ કર્તા છે એ તો માની શકીએ પણ સદા હિત કર્તા છે એ માનવું થોડું અઘરું પડે, એ પણ જ્યારે આપણાં જીવન માં ખરે ખરી નો ખેલ ચાલતો હોય. આવા સમયે પણ જે વ્યક્તિ ને પોતાનાં ઈષ્ટ હિત કર્તા મનાય છે તે સાચો ભક્ત છે.

Read More

જીવન વેરાન વન છે,
હૈયા નો હાલ બેહાલ છે.
હૃદય ના ઘાવ અપાર છે થાકું છું એણે કથી,હવે દુનિયા થી કોઈ મતલબ નથી
સૂર્ય આથમી ને અંધકાર કરી ગયો,
મારાં આનંદ ને ગમ ભરખી ગયો.
આંખો બની છે અતિ અશ્રુ ભરી,
ચહેરા ની ખુશી એ ખુદ ખુશી કરી.
શિકાયત નથી એ જીંદગી! ભલે જૂરી જૂરી જીવું છું છતાં તારી આ અદા નો પણ સ્વીકાર કરૂં છું....

Read More

શું ઉત્સાહ હતો જન્મદિવસ નો જ્યારે બાળપણ હતું, હવે તો આ દિવસ પણ બસ એમનામ ઉગી ને આથમી જાય છે. -jj gadhvi

અહો તારું સુખ ! એ વર્ણવતા સુકાઇ છે મારું મુખ.
એ તો બસ હું જ જાણું છું, માણું છું અને અનુભવું છું...✨