Quotes by JMayu in Bitesapp read free

JMayu

JMayu

@jmayu3152


લઘુ કથા... ( ખાલી પેટ ) ?

આશરે ૧૦ વર્ષ નો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો...
રાધા એ બહાર આવીને પૂછ્યું, "શુ છે.. ???"

બાળક : આન્ટી... શુ હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં...??

રાધા : ના.... અમારે નથી કરાવવું...

બાળક ?? હાથ જોડીને દયનીય લય થી બોલ્યો.. " પ્લીઝ આન્ટી કરાવી લો ને... હું બરાબર સાફ-સફાઈ કરીશ..

રાધાને દયા આવી ગઈ, એણે પુછયુ," અચ્છા ઠીક છે, પણ પૈસા કેટલા લઈશ..??"

બાળક : પૈસા નથી જોઈતા આન્ટી, મને ફક્ત જમવાનું આપી દેજો..!!

રાધા : ઓહ..!!! પણ કામ બરાબર કરજે...

છોકરો તરત જ સાફ-સફાઈ કરવા લાગ્યો... રાધાને વિચાર આવ્યો, કે છોકરો ભૂખ્યો લાગે છે... પહેલા એને જમવાનું આપી દઉં..

રાધા જમવાનું લાવી...
અને બાળક ને બોલાવીને કહ્યું પહેલા જમવા માટે આગ્રહ કર્યો... પણ બાળકે ના કહી દીધું.

બાળક : પહેલા કામ કરી લઉં પછી જ તમે મને જમવાનું આપજો...

" ઠીક છે..." કહી, રાધા પોતાના કામ માં લાગી ગઈ..

એક કલાકમાં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું , "આન્ટી જી જોઈ લો , સફાઈ બરાબર કરી છે કે નહી..??"

રાધા : "અરે વાહ..! તે તો બહુ સરસ રીતે સાફ સફાઈ કરી છે અને માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે.. તું હવે હાથ-પગ ધોઈ લે હું તારા માટે જમવાનું લઈ આવું..."

છોકરો હાથ-પગ ધોઈને આવ્યો ત્યાં સુધી માં રાધા જમવાનું લઈ આવી.. અને છોકરાનું વર્તન જોઈને એને આશ્ચર્ય થયું... છોકરો એના કપડાંના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો..

એ જોઈ રાધાએ કહ્યું,"તે ખાધા-પીધા વગર જ કામ કર્યું છે , તો અહીં બેસી ને જમી તો લે... વધારે જોઈતું હશે તો હું બીજું આપી દઈશ."

બાળક : નહિ આન્ટી, મારી મા ઘરે બીમાર છે. સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ પણ ડૉકટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી..

આ સાંભળી રાધા રડી પડી..??

અને પોતાના હાથે જ બાળકની માતા ની જેમ પોતાના હાથે જ બાળકને ખવડાવ્યું, એની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને એની માતાને જમવાનું આપવા ગઈ.... અને કહ્યું," બહેન, તમે ગરીબ નહી પણ બહુ શ્રીમંત છો.. જે મિલકત(બાળકને આપેલા સંસ્કાર) તમે તમારા બાળકને આપ્યા છે , એ અમે ક્યારે પણ નહીં આપી શકીયે...
.
.
.
વાંચીને અંતરમાં ઝણઝણાટી થાય તો માનજો કે અંદર માણસ જીવંત છે.

-- Abhay Pandya

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111120248

Read More