Quotes by Jigna in Bitesapp read free

Jigna

Jigna

@jignapatel5592gmail.com4940
(7)

ફાગણ મહિનાની પૂનમ આવી
હાયડા, ખજૂર, ટોપરું, ધાણી લાવી,
અગ્નિમાં અંધકાર હોમવા,
જીવનમાં અગ્નિ જેવું તેજ ભરવા,
હોળી આવી, હોળી આવી, રંગોનો તહેવાર લાવી
જુના રિસામણા ભૂલી જાઈએ,
મનામણા કરવા રંગો લાવી,
કેસુડા,.. જેવા ફૂલો ના રંગો,
તન રંગે, મન કરે સુગંધિત,
હોળી આવી હોળી આવી રંગો નો તહેવાર લાવી.

-Jigna

Read More

કોણ કહે છે ' માં' ના પા ભાગના ' પાપા '
માંની મમતા એ માતૃત્વનું ઝરણું છે તો
પિતાએ પ્રેમરૂપી પિતૃત્વ નો સમુદ્ર છે
જેના હૃદયરૂપી પેટાળમાં અખુટ અપાર
આપેલ સંસ્કારોના રત્નો છે...
અવર્ણનીય લાગણીઓ છે રત્નાકર પાસે,
નિ:શબ્દ રહી ઘણું સમજાવી જાય છે... સમજવા માટે જોઈએ વિચક્ષણતા...

-Jigna

Read More

વહેણની દિશા બદલાય...
પવનની દિશા બદલાય...
શરીરની રચના બદલાય...
સૃષ્ટિની રચના બદલાય...
તડકા-છાયા ની દિશા બદલાય...
સુખ-દુ:ખની દિશા બદલાય...
દીશા બદલાય સાતત્યપણે,,, આ સમગ્ર જીવનની...
પણ ના બદલાય મનઃસ્થિતિ...
સદાય હસતો રહે...
તે છે ભગવાન નો લાડકો દીકરો...
તે છે સ્થિતપ્રજ્ઞ...

-Jigna

Read More

એકાગ્રતા એવું ફૂલ છે જે સમગ્ર જીવનને સુગંધિત કરે છે...
એકાગ્રતા એવા વૃક્ષનું બીજ છે જેને સફળતા રૂપી ફળ લાગે છે...
એકાગ્રતા નું ઝરણું સફળતાના સાગરને મળે છે...
એકાગ્રતા રૂપી ઘરેણું જીવનની સુંદરતા વધારે છે...

-Jigna

Read More

શક્તિ આપી અનેરી કુદરતે અપાર
વાપરે જે નિર્દયી બની તે બને દાનવ
વાપરે જે શાનમાં તે બને માનવ
વાપરે જે સત્કાર્યમાં તે બને દેવ

-Jigna

Read More

ખુશી આપી કુદરતે અપાર

બીજાના સુખે થાય દુ:ખી

શું વાંક...? તેમાં કુદરતનો...

-Jigna

મહેનત કરે તે મહેંકે...

આળસુ ઉકરડે ઉકેલાય...

-Jigna

સ્વતંત્રતાની પાંખો બહું પહોળી હોય છે,

સદ્ માર્ગે થાય જો મહેનત તો,

ઉડવાને આકાશે નાનું પડે...

-Jigna

હે માન ત્રિરંગા સન્માન ત્રિરંગા
ભારત વાસીની છે શાન ત્રિરંગા

ભગવો સમજાવે ત્યાગ બલિદાન
અહંકાર મુક્તિ, છે પૂજાનું પ્રતિક

વાત આવે સફેદ રંગની તો
છે પ્રતિક શાંતિ નું, જ્ઞાન નું

હરિયાળો રંગ છે ન્યારો આપે
સમૃદ્ધિ, ખુશાલી કરાવે રોજ ઉત્સવ

છે નીલું વચ્ચે અશોકચક્ર તેના
ચોવીસ આરા ચોવીસ ગુણો સમજાવે

ઉત્તમ સંદેશો આપનાર ત્રિરંગા
હજારવાર નમું તને તોય થાય ઓછું

Read More

કેટલીયે ક્ષણો વિતી ગયી, કેટલીયે ક્ષણો વેડફાઈ ગઈ
હવે ક્ષણ વેડફે આપણને અને થાય પસ્તાવો

તે પહેલાં જાણી, માણી લે ક્ષણને,ન આવે પુનઃ ક્ષણ
ક્ષણ ક્ષણ નો ઉપયોગ કરી સાચવી લે ક્ષણને

જો સમજો ક્ષણને તો કીંમત હિરા-મોતીથી અધિક
ન સમજો ક્ષણને તો
મૂલ્યહીન ક્ષણ સહિત મુલ્યહીન માનવ

ક્ષણને વાપર દીન દુખીયામાં,
ક્ષણને વાપર માનવતા મહેકાવામા,
ક્ષણને વાપર સૃષ્ટિ સાચવણી માં,
ક્ષણને વાપર સત્ સર્જન માં

Read More