Quotes by Jigesh Prajapati in Bitesapp read free

Jigesh Prajapati

Jigesh Prajapati

@jigesh210gmail.com5593
(17)

Consistency in your thoughts is must...
Without it, you are nothing...

‌ટકી ને રહેવું પડે પોતાની વિચારધારા‌ સાથે સાહેબ...
વારંવાર બદલાતી વિચારધારા તમારી નબળાઈ સુચવે છે

Read More

જિંદગી ની ખેતી....

મેં મારી જિંદગી રૂપી જમીન પર મારા અધૂરા સપના ના બીજ રોપ્યા છે.

મારા આંસુ રૂપી પાણી થી મેં તેને સિંચ્યા છે.

મારા વ્યક્તિત્વ ના તેજ રૂપી પ્રકાશ મેં તેને પૂરો પાડ્યો છે.

મારું મહેનત રૂપી ખાતર પણ તેને આપ્યું છે.

મારા આખાય આયખા રૂપી સમય મેં તેને આપ્યો છે.

હવે જોવાનું એ છે કે તેમાંથી સફળતા ના ઝાડ નું ફળ મળે છે કે નિષ્ફળતા‌ નું નિંદણ..... Jigesh Prajapati

Read More

એક વર્ષે માં ને પગે લાગ્યો...

કરચલી અને વાઢીયા સાથે એનો મારા પ્રત્યે નો પ્રેમ પણ વધ્યો....

માં તુજને સલામ

દરિયા જેવું બનવું છે??

ખારા થઈ જાઓ...

સાચા રસ્તે ચાલ્યો...

બહું ઓછી ભીડ જોવા મળી
Jigesh

બહું જ ખૂબસૂરત ભૂલ હતી એ મારી...
~ જીગેશ

આપણને થાય કે એક વાર સફળ થઈ જાઉં તો પછી તનતોડ મહેનત કરું

કુદરત ને થાય કે એક વાર આ તનતોડ મહેનત કરે તો તેને સફળ કરી દઉં
~ જીગેશ

Read More

વૃદ્ધાશ્રમ....

એક એવી જગ્યા કે જ્યાં જીવન ની અપેક્ષા ઓ પર જિંદગી ની વાસ્તવિકતા ભારે પડે છે.

એક એવી જગ્યા કે જ્યાં અનુભવ નો અખૂટ ભંડાર છે.

એક એવી જગ્યા કે જ્યાં ચહેરો હસે છે પણ દિલ રડે છે.

એક એવી જગ્યા કે જ્યાં નવા બનાવેલ સંબંધો એ લોહી ના સંબંધો થી ચડિયાતા છે.

એક એવી જગ્યા કે જ્યાં આંખો અનુભવ ના તેજ થી ચમકી ઊઠે છે.

એક એવી જગ્યા કે જ્યાં હાસ્ય કરચલીઓ પાછળ સંતાકૂકડી રમે છે.

એક એવી જગ્યા કે જ્યાં જિંદગી ઢળતી સાંજ જેવી છે પણ તોય આંખો માં કોઈ ના મળવા આવવાની આશા ના કિરણો રોજ ઊગે છે.

એક એવી જગ્યા કે જે બધા માટે સબક રૂપ છે કે જીવન માં ક્યારે શું થાય તે કહી શકાય નહીં.

એક એવી જગ્યા કે જે શીખવે છે કે જિંદગી માં પોતાનું જ ધાર્યું થશે એ ઘમંડ કરવો મિથ્યા છે.

એક એવી જગ્યા કે જે એક તરફ સમાજ ની વરવી માનસિકતા છતી કરે છે તો બીજી તરફ અજાણ્યા ને પણ પોતાના બનાવી લેવાની ભાવના દર્શાવે છે.

બધા જ પ્રિય બા - દાદા ઓ ને ખૂબ જ પ્રેમ....

આપના પર કુદરત ની કૃપા રહે અને અમારા પર આપની કૃપા રહે......

જીગેશ પ્રજાપતિ


08/11/2018 ના રોજ કારતક સુદ એકમ, વિક્રમ સંવત 2075 તથા નવું વર્ષ જીવન ધારા  વૃધ્ધાશ્રમ લાંભા ખાતે મનાવેલ અને ત્યારે લખેલો પત્ર

Read More

શું હતું એ?

શું હતું એ?
ભગવાન હતો કે હતો વહેમ મન નો જે વહેમ જ રહી જતો હતો...

શું હતું એ?
શિવલિંગ હતું કે હતું શિલ્પ પથ્થર નું જે જરૂરીયાત મંદ નું દૂધ પી જતું હતું...

શું હતું એ?
લક્ષ્મી હતી કે હતી ધન રાશિ જે ખોટા ને ખોટી રીતે મળેલી અને ખોટા માં જ ગઈ હતી...

શું હતું એ?
સરસ્વતી હતી કે હતી જબાન જે વાંકુ જ બોલતી હતી...

શું હતું એ?
શ્રદ્ધા હતી કે હતી ઇચ્છા ઓ મન ની જે કદી પૂરી થઈ શકી ન હતી...

શું હતું એ?
દાન હતું કે હતું ધન જે સ્વાર્થ ભાવે આપવાં માં આવેલું હતું...

શું હતું એ?
દયા હતી કે હતી મદદ જે સામે વાળા ને નબળો પુરવાર કરતી હતી...

શું હતું એ?
ધર્મ હતો કે હતો કરાર જે માનવી ને માનવી થી અલગ પાડતો હતો...

જીગેશ પ્રજાપતિ

Read More