Quotes by jigarparmar in Bitesapp read free

jigarparmar

jigarparmar

@jigarparmar


PHIR BHI MERA BHARAT MAHAN...❤️

આંખમાં ખટકી રહેલું એક કણું છે દોસ્તો!
ચોળવાથી દર્દ આ વધ્યું ઘણું છે દોસ્તો!

પાક એ કહેવાય છે કૃત્યોથી જે નાપાક છે;
જો નર્યા આતંકથી એ દૂઝણું છે દોસ્તો!

બસ જવાબો આજ જડબાતોડ એને આપીએ;
જોઈએ છે એને, એ ઘર આપણું છે દોસ્તો!

એક હિન્દોસ્તાન છે,સચવાયેલું તોફાન છે;
લાગવું ના જોઈએ કે વામણું છે દોસ્તો!

દોસ્તીની શાલ ઓઢાડ્યા કરી વરસો સુધી;
લ્યો, હવે ઓઢાડવાનું ખાંપણું છે દોસ્તો!

આવજો દેખાડવાના આંસુઓ લઈને તમે,
ક્રૂર પાડોશીનું નક્કી બેસણું છે દોસ્તો!
-- Jigar Parmar

Read More