Quotes by JC Jadeja in Bitesapp read free

JC Jadeja

JC Jadeja

@jcjadeja


દરિયા ની ખબર નથી ને, રાત તરસ્યાં રણમાં વિતાવવી છે...
ગાંડી એક છોકરી કે છે, ઝિંદગી મારી સંગાથ વિતાવવી છે...
🤣🤣😂😂🤣🤣

Read More

હું જ પોતે, હું જ પરમેશ્વર છું
હું જ રામ, હું જ લંકેશ છું...

મંદિરમાં નથી, મસ્જિદ માં નથી
હું જ પોતે, મારા દિલ માં છું...

મારું પણ હું ને તારુ પણ હું
હું જ અમૃત, હું જ હળાહળ છું...

ઓળખી લે 'જય' ઓળખાય તો
હું જ ભગવાન, ભક્ત પણ હું જ છું...

હું જ પોતે, હું જ પરમેશ્વર છું
હું જ રામ, હું જ લંકેશ છું...

Read More

કર,કલમ,ને કાગળ લઈ બેઠો છું...

એની એ તારી,વાત લઈ બેઠો છું...


આમ તો સામે જ છે મંઝીલ મારી...

ને હું મંઝીલ ની વાટ જોઈ બેઠો છું...


આમ જો આખું ગામ છે મદહોશ...

ગામને તારી બે ચાર વાત કઈ બેઠો છું...


આવીજ જશે વસંત જો પળવારમાં..

પાનખર માં હું તારું નામ લઈ બેઠો છું...


જોયા છે જ્યારથી એ ઝરૂખે તમને...

સરનામું મારી શેરી નું ખોઈ બેઠો છું...


રૂઠી જવાના આ દેવો મારાથી નક્કી...

મંદિર માં પણ, તારું નામ લઈ બેઠો છું...


છે ખબર, નથી જ મળવાના જે મને...

 'જય', તું પણ એનીજ આશ લઈ બેઠો છું


                            

Read More

પ્રેમમાં ઘણી વખત એવુંય થાય છે...
વફા કરે એ બેવફા પણ કહેવાય છે...

વાંક તો તરસ્યા નો પણ હોય છે...
તોય જો મૃગજળ ને વગોવાય છે...

સમાવે છે સૌના પાપ કર્મ ખુદ માં...
તોય કાં ગંગા પવિત્ર કહેવાય છે...

પોષે પણ તું ને મારે પણ તું જ છે...
તોય મહાદેવ તું બધે પૂજાય છે...

હશે કૈક વાત બેવફાઈ માં પણ તારી...
જોઈ 'જય' ને નામ તારું ચર્ચાય છે...

Read More

તારું એ મને જોઈ ને હસવું મને યાદ છે...
હસી ને તારું એ શરમાવું મને યાદ છે...

કઈ કેટલાય ના મુખે રમતું નામ તારું મારુ...
આપણું આ બજારે ચર્ચાવું મને યાદ છે...

ઊંઘ આવે ને મળે તું આવી સપનામાં મને...
યાદ કરી એ સપનાને જાગવું મને યાદ છે...

નિખરતું ગુસ્સામાં ઓર રૂપ તારું મારુ...
એ જાણી જોઈ સતાવવું મને યાદ છે...

આમ તો ક્યાં હતી જગા જ કોઈ માટે...
તારું પરાણે દિલ માં સમાવવું મને યાદ છે...

ખુદ ને ભૂલી બેઠો છું એ હદે ત્યારથી સખી...
જ્યારથી 'જય' ને નામ તારું નામ યાદ છે...

Read More

વખત વીતી જાય ને, વાતો રહી જાય છે...
પ્રેમ માં બધા સાથે, આવું જ તો થાય છે...
.
જીવતા નથી મળવા દેતા, લેલા મજનું ને...
મર્યા બાદ જો કબ્ર પર તાજ બની જાય છે...
.
પ્રેમ માં પણ જોવો ને કેવા છળકપટ થાય છે...
રમત જોય પ્રેમની મૃગજળ પણ શરમાય છે...
.
જીવતા મળવા નથી દેતા અહીં હિર રાંજા ને...
મર્યા બાદ એમની ફિલ્મો સુપરહિટ જાય છે...
.
હતો આજ સુધી પ્રખ્યાત આ દુનિયા મહી...
કર્યા બાદ પ્રેમ 'જય', તું કેવો વાગોવાય છે...

Read More

મેં જાગી ને વિતાવી છે રાતો હજારો એ માટે...

શુઈ શકે શાંતિ થી લોકો હજારો એ માટે...

.

રંગ છે ખાખી મારી આ વરદી નો એ માટે...

જોડી રાખે મને આ માટી ના રંગ સાથે...

.

ના હો ખબર તો જાણી લો એ દુષમનો...

નક્કી હું કરાવીસ તમારી મુલાકાત કાળ સાથે...

.

સુવા નથી દેતી વતન ની ચિંતા રાતભર...

એવું નથી કે હું જાગુ છું કોઈ મેહબુબા માટે...

.

JAY HIND

Read More

તારી સાથે લાંબી નહીં, જાજી જીવી ગયો છું..
જેટલી જીવી ગયો છું, જીંદગી જીવી ગયો છું..
.
ના થાય મિલન એની, નથી ચિંતા મને જરાય..
મિલન ની પાર જઇ, હું તને મળી શક્યો છું...
.
for some one special who nevar meet me...

Read More

कुछ पन्ने इतिहास के, मेरे मुल्क के सिनेमें समसिर हो गए....
.
.
जो लड़े, जो मरे, वो सहीद हो गए...
जो डरे, जो जुके, वो वज़ीर हो गए...

Read More

હું જ એકલો, હું જ સાથે છું..
હું જ પોતે, હું જ પડછાયો છું..
.
વાંચી જેટલી પ્રેમ કહાનીઓ મેં..
લાગે એ સૌમાં હું જ ચર્ચાયો છું..
.
મળે છે ભાગ્ય થી માનવ જન્મ..
હું કાં માનવ બની ને પસ્તાયો છું..
.
કર્યા છે પાલન સૌ ધર્મો ને મેં ખુદા..
ને ધર્મના નામે હું જ તો મરાયો છું..
.
વાતો લાખ સાંભળી જે મહેફિલની..
આવી એ મહેફિલ માં શરમાયો છું..
.
શોધી શકે તો શોધી લે મને દોસ્ત..
હું તારામાં જ તો "જય" ખોવાયો છું..

Read More