Quotes by Jay Patel in Bitesapp read free

Jay Patel

Jay Patel

@jaypatel3718


લોકો કહે છે
લાગણી વધારે ના લગાવ
આ લાગણી જ લોકો ને મારે છે.
હસી ને કહી દીધું મેં પણ
લાગણી મારે યે છે અને તારે યે છે.
દિલથી ચાહો તો લાગણી ઉગારેયે છે
લાગણી ની પરિભાષા આપ શું જાણો
નિસ્વાર્થ લાગણી મૃત્યુ બાદ પણ
કોઈ ના સ્પંદન માં જીવાડે છે.

"જય"

Read More

મારા હ્રદય ના અંતરપત્ત ખોલું
ને સુર સરીતા તારા નામ ની નીકળે
મારા નયનોની પાળ જ્યાં તોડી
ત્યારે વહેલી અશ્રુધારા માં તારું નામ નીકળે
જો કરી મે સાચી મહોબત તને
તો કર ઘા તલવાર નો હર રક્ત બિંદુ મા તારું નામ નીકળે

"જય"

Read More

તું જાણે જીદંગી નું ગણીત,
ને એમાં પણ મારા માટે પ્રેમપ્રમય
નો
પક્ષ પણ તું
સાધ્ય પણ તું
અને
સાબિતી પણ તું...
અને હું એટલે ગણીત નો તદ્દન ઠોઠ વિદ્યાર્થી


"જય"

-Jay Patel

Read More

પ્રત્યેક ક્ષણે હું તને પામી રહ્યો છું
આવું ભીનું ભીનું તને પામવું
એ પણ એક પ્રકારનો વ્યક્તિ યોગ છે
ને તને પામવા માટે નો અષ્ટાંગ યોગ એટલે
સ્મીત યોગ, વિરહ યોગ, મીલન યોગ,
સ્મરણ યોગ, આકર્ષણ યોગ,સ્મીત યોગ
સામીપ્ય યોગ અને સ્વપ્ન યોગ
તને વરવા નો એક જ બીજમંત્ર
એટલે કે પ્રેમ સદા વિજયતે
તારી રુહ સ્પર્શવા નું શાસ્ત્ર
એટલે કે સમર્પણશાસ્ત્ર

"જય'

Read More

સમાધાન અને સહનશીલતા વચ્ચે એક માર્ગ છે જે છે "સમજણ"
બસ આ માર્ગ જ્યારે જડે ત્યાથી સુખી ગૃહસ્થ જીવન ની શરૂઆત છે.

"જય"

Read More

હૈૈયાનાં હોઠથી એકવાર આમંત્રણ આપીજો
રાતનાં સપનામાં પણ
રુબરુ હાજર થઈ જાઈશ

"જય"

બને તો મારા મા એક તડ રાખ જો
જેથી આવેલો કાગળ પાછો ના વળે,
લી-દરવાજો
ઓછા શબ્દો મા સમજવાનું ધણું
ચીપી ચીપી ને લખાયેલાઁ શબ્દો
પોતીકીપણા ની ચાડી ખાતો હોય
ને સહ શબ્દ નીતરતો પ્રેમ નયન
થી ઊતરી સીધો હ્રદય સુધી પહોંચે
આખી શીશી અત્તર છાંટી મઘમઘતા
એ પત્ર મા કોઈ એક મન ગમતી જાણીતી સુંગધ જણાય
"ઓનલી ફોર યુ" લખાયેલાઁ એ પત્ર થી
યા તો ઘરમાં કુપણ ફુટે યા તો કપાળ
પણ યાદો ને અકબંધ રાખતું એ કાગળ નો ટુકડો કોઈ એ મોકલેલ ધબકતું હ્રદય લાગે અંત મા તારો અને માત્ર તારો લખેલું લખાણ એ સ્વ ના અસ્તિત્વ નો ઓચ્છવ લાગે
"જય"

Read More

દર્દ ની ડેલી એ એક અજ્ઞાત દસ્તક
મળ્યો એની યાદો થી અકબંધ એક પત્ર
"પ્રીય" ઉબોધન કરી લખ્યું તું એમણે
રાત્રી દિને શ્વસુ છું તમને સ્વપ્ન મા ય તું દેખાય
મુકી બાકી નો કોરો કાગળ કંઈ કેટલુંય કહીજાય
દર્દ ની ડેલી એ આવેલો કાગળ વાચી
હું તો થયો લાલમ લાલ
હજુય એ ઝંખે છે મને બસ
આ "આનંદે" જીવન થયું પાર


"જય"

Read More

મર્યાદા બુદ્ધિ માં ઊતારી એક મર્યાદા પુરુષોત્તમ નો જન્મ જો ભીતર ના મન મા થઈ જાય ને તો માનવ સૃષ્ટિ આ મહાવિનાશ થી ઉગરી જાય.

"જય"

Read More